સાવરકુંડલા : યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી, રાજકોટમાં પુલ નીચેથી અજાણ્યા શખ્સની લાશ મળી

0
0

અમરેલી/રાજકોટ: સાવરકુંડલાના રામગઢ-ગોરડકા વચ્ચે રસ્તાની બાજુમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા આ યુવાનનું નામ ચિરાગ માધવાણી (ઉ.30) હોવાનું જાણવા મળ્યું હતું, મૃતકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે રાજકોટમાં કેસરી પુલ નીચેથી એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here