પાલિતાણા : ઘરકંકાસમાં પતિએ પત્નીની કરી હત્યા : મૃતદેહ એક્ટિવા પર લઈ જતો હતો. ગ્રામજનો જોઈ જતા એક્ટિવા ભગાવ્યું, અંતે ઝડપાયો

0
13

ભાવનગરના પાલિતાણામાં ઘર કંકાસના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી પાલિતાણા નજીક આવેલા રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે એક્ટિવાના આગળના ભાગે મૃતદેહ રાખી જઈ રહ્યો હતો. ત્યારે એક્ટિવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને શંકા જતાં ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કરતા તેણે એક્ટિવા ભગાવી મુક્યું હતું. બાદમાં ગ્રામજનોએ તેનો પીછો કરી રોહીશાળા ગામની સીમમાં ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો
(પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો)

 

પાલિતાણા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો

પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસમાંથી ફોન આવ્યો કે અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે જેથી મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર ક્રિપાલસિંહ ગોહિલે ઘટનાસ્થળે પહોંચી પંચરોજકામ કર્યુ હતું. પોલીસ તંત્ર હજુ આ બાબતે તપાસ શરૂ છે તેવું કહી રહ્યાં છે. પંચરોજ કામ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા
(ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા)

 

પાલિતાણાના સિંધી કેમ્પ રહેતા દંપતી વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો

પાલિતાણાના સિંધી કેમ્પમાં રહેતાં અમિત મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની નયનાબેન વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. આથી અમિતે તેમની પત્ની નયનાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો નયનાબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ હત્યા કંઈ રીતે કરવામાં આવી તે જાણી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here