બોલેરો મહિન્દ્રાની સૌથી વધુ વેચાનારી SUV બની, જૂન મહિનામાં 3,292 યૂનિટ વેચાઈ ગયાં

0
0

મહિન્દ્રા બોલેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી વધુ વેચાનારી SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ)માંની એક છે. જૂન મહિનામાં બોલેરો મહિન્દ્રાની તમામ SUVને પાછળ પાડી કંપનીની સૌથી વધુ વેચાનારી ગાડી બની ગઈ છે. ત્યારબાદ Scorpio, XUV300, XUV500 અને KUV100 અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર રહી છે.

બોલેરોનું કુલ વેચાણ 3,292 યૂનિટ

જૂન મહિનામાં મહિન્દ્રા બોલેરોનું કુલ વેચાણ 3,292 યૂનિટ રહ્યું. તેમજ, સ્કોર્પિયોનું વેચાણ 2,574 યૂનિટ, XUV300નું વેચાણ 1,812 યૂનિટ, XUV500નું વેચાણ 231 યૂનિટ અને KUV100નું વેચાણ 49 યૂનિટ રહ્યું. જૂન મહિનામાં મહિન્દ્રાનું કુલ પેસેન્જર વ્હીકલ સેલ્સ 7,959 યૂનિટ રહ્યું. આ સાથે જ મહિન્દ્રાએ એન્ડિ મહિનદ્રા ગયા મહિને વેચાણ મામલે દેશમાં ચોથા નંબર પર રહી. જો કે, જૂન 2019 કરતાં આ વર્ષે કંપનીના વેચાણમાં 55%નો ઘટાડો નોંધાયો છે.

કિંમત

મહિન્દ્રા બોલેરોનું અપડેટેડ મોડેલ માર્ચ મહિનાના અંતમાં લોન્ચ થયું હતું. બોલેરો ફેસલિફ્ટને ફ્રેશ લુક, BS6 એન્જિન અને એડવાન્સ્ડ ફીચર્સ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ ત્રણ વેરિઅન્ટ B4, B6, BS6 (O)માં આવે છે. તેની કિંમત અનુક્રમે 7.98 લાખ રૂપિયા, 8.64 લાખ રૂપિયા અને 8.99 લાખ રૂપિયા છે.

એન્જિન ડિટેલ્સ

અપડેટેડ બોલેરોમાં મોટાભાગના ફેરફાર તેના ફ્રંટમાં થયા છે. તેમાં નવી ગ્રિલ, રિવાઇઝ્ડ હેડલેમ્પ અને નવું બંપર આપવામાં આવ્યું છે. બોલેરોમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5 લિટરનું 3 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here