સુશાંત સુસાઈડ કેસ : પરિવારને અસ્થીઓ આપવામાં આવી, પિતા મુંબઈ પોલીસ કમિશ્નરને મળે તેવી શક્યતા

0
0

મુંબઈ. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર 15 જૂન, સોમવારના રોજ મુંબઈના પવન હંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. બીજા દિવસે એટલે કે 16 જૂને તેની અસ્થીઓ પરિવારને આપવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાલ પૂરો પરિવાર બાંદ્રા સ્થિત સુશાંતના ઘરમાં છે. પોલીસની ટીમ તપાસ તથા પૂછપરછ કરે છે.

સુશાંતના પિતા આજે (16 જૂન) પોલીસ કમિશ્નર પરમવીર સિંહ સાથે મુલાકાત કરી શકે છે. ત્યારબાદ મીડિયા સાથે વાત કરે તેવી શક્યતા છે. સુશાંતના કાકાના દીકરા તથા જીજાજીએ મોતને લઈ સવાલ ઉઠાવ્યા છે. પોલીસે સુશાંતની મિત્ર તથા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવાની તૈયારી કરી છે.

આ ઉપરાંત પોલીસ ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરનું નિવેદન લઈ શકે છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું, ‘મને ખબર હતી કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો છે. મને ખ્યાલ છે કે તે લોકોની વાત, જેમણે તમને આટલી ખરાબ રીતે નિરાશ કર્યો કે તું મારા ખભા પર માથું મૂકીને રડ્યો હતો. કાશ, હું છેલ્લાં છ મહિનામાં તારી આસપાસ રહેત, કાશ, હું તારી સાથે વાત કરી શકત. તારી સાથે જે થયું, તે તારા નહીં પરંતુ એ લોકોના કર્મોનું ફળ છે.’

પ્રોફેશનલ દુશ્મનીની તપાસ થશેઃ ગૃહમંત્રી

સુશાંતના નિધન બાદ અનેકે લવ લાઈફ પર સવાલ કર્યાં તો કેટલાંકે તેની પ્રોફેશનલ લાઈફ પર પણ સવાલ કર્યાં હતાં. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે મુંબઈ પોલીસ તપાસ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના કથિત ડિપ્રેશન હોવાની વાતને ધ્યાનમાં રાખશે. મંત્રીએ ટ્વીટમાં કહ્યું હતું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સુશાંતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી પરંતુ કેટલાંક મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રોફેશનલ દુશ્મનીને કારણે તે ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરશે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ન્યાયિક તપાસની માગણી કરી

પોલીસ સૂત્રોના મતે, સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં એક્ટર મહેશ શેટ્ટીની સાથે પોતાની મિત્ર રિયાને પણ કૉલ કર્યો હતો. રિયાએ તેનો કૉલ રિસીવ કર્યો નહોતો. પોલીસ રિયા પાસેથી એ જાણવા ઈચ્છે છે કે સુશાંતે ક્યારેય તેની આગળ પોતાની મુશ્કેલી શૅર કરી હતી કે નહીં. એ પણ તપાસ થઈ રહી છે કે બંને વચ્ચેની મિત્રતામાં કડવાશ તો આવી નહોતી ગઈ ને.

સુશાંત બે મહિનાથી બહુ ઓછા લોકોને મળતો હતો

સુશાંત સિંહ રાજપૂતના એક નિકટના મિત્રે પોલીસને કહ્યું હતું કે તેણે લાંબા સમયથી લોકોને મળવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લાં બે મહિનામાં તેણે લોકો સાથેની મુલાકાત એકદમ સીમિત કરી નાખી હતી. તેણે પોતાની દવા લેવાની પણ બંધ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here