Sunday, November 28, 2021
Homeગુજરાત છોડી બુટલેગરો વળ્યાં હવે સંઘ પ્રદેશ દમણ તરફ....
Array

ગુજરાત છોડી બુટલેગરો વળ્યાં હવે સંઘ પ્રદેશ દમણ તરફ….

Story By : Pawan Makan.

સંઘ પ્રદેશ દમણ માં આવેલ હોટેલ રાજ પેલેસ માં રમાય છે મોટાપાયે જુગાર

ગુજરાત માં દારૂ અને જુગારબંધી છે અને ગુજરાત સરકારે દારૂ અને જુગાર ઉપર કડક કાર્યવાહી કરતા ગુજરાત ના જુગાર ના ધંધા કરવાવાળા બુટલેગરો હવે સંઘ પ્રદેશ દમણ તરફ વળ્યાં છે. સંઘ પ્રદેશ દમણ હવે જુગાર રમવા માટે નો હબ બની ગયો છે. ગુજરાત ના મોટા જુગાર ના અડ્ડા ચલાવવાવાળા દમણ માં અમુક ભ્ર્ષ્ટ અધિકારીઓ સાથે મળીને જુગાર નો ધંધો ચલાવે છે. એવી જ એક હકીકત CN24NEWS ને મળતા અમારા રિપોર્ટર દ્વારા સંઘ પ્રદેશ દમણ માં આવેલ હોટેલ રાજ પેલેસ, મશાલ ચોક ખાતે હોટેલ ના મલિક રાજુ પટેલ અને જુગાર નો ધંધો કરવાવાળા એવા ભેરૂભાઇ અને રાહુલ મળીને હોટેલ માં મોટા પાયે ત્રણ પત્તી નો જુગાર ચાલવતા હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર વિશ્વ માં જયારે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે સંઘ પ્રદેશ દમણ ના અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ગુનેગારો એ સાથે રાખી આ જુગાર નું દુષણ ચલાવે છે. હવે નજીક ના સમય માં જો આ બધું ચાલતું રહેશે તો સંઘ પ્રદેશ દમણમાં સૌથી વધારે કોરોના ના દર્દીઓ જોવા મળશે.

સુરત, ચીખલી, વલસાડ અને વાપી વિસ્તારોમાંથી રમવા આવે છે ખેલીઓ

ગુજરાત ના સુરત ચીખલી, વલસાડ અને વાપી વિસ્તારોમાંથી મોટાપાયે જુગાર રમવા વાળા ખેલીઓને હોટલ રાજ પેલેસ માં બોલાવી અને ઈ-લીગલ રીતે ઈ – પાસ બનાવી જુગાર રમાડવામાં આવે છે. અમારા સૂત્રો ના જણાવ્યા મુજબ આ સમગ્ર જુગારધામનું નેટવર્ક સંઘ પ્રદેશ દમણ ના કહેવાતા પોલીસ ઇન્સ્પેકટર સોહીલ જીવાણી ચલાવે છે. વર્ષોથી સંઘ પ્રદેશ દમણ માં બુટલેગરો સાથે મળીને સંઘ પ્રદેશ દમણ માં જુગાર, ડ્રગ્સ અને અનૈતિક ધંધાઓ પોતાના મળતિયા બુટલેગરો દ્વારા ચલાવે છે. ઉચ્ચ અધિકારીઓને ગેર માર્ગે દોરી ને સંઘ પ્રદેશ દમણ ને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર માં ઉચ્ચ અધિકારીઓ સાથે લિપ્ત હોઈ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પોલીસ સ્ટેશન માં જાણ કર્યા છતાં પણ નથી લેવાતા કોઈ પગલાં

સંઘ પ્રદેશ દમણ માં વર્ષો થી જુગાર ના અડ્ડાઓ ચાલે છે. અને જો કોઈ લોકલ વ્યક્તિ જુગાર ના અડ્ડા ના બારામાં પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરે તો તેનું નામ અને સરનામું બુટલેગર ને આપી ધમકાવે અને મારવામાં આવે છે. ભૂતકાળ માં પણ આવા બનાવો ઘણીવાર બનવા પામેલ છે. હોટેલ રાજ પેલેસ ના માલિક રાજુ પટેલ અને સમગ્ર દમણ ના કહેવાતા એવા પોલીસ ઇન્સ્પેક્ટર સોહીલ જીવાણી લાખો રૂપિયાના રોજ ના જુગાર ચલાવે છે.

નાની દમણ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર ના સહાય થી ચાલે છે આ જુગાર

અમારા રિપોર્ટર દ્વારા ખાનગીમાં હોટેલ માં જઈ સ્પાઇ કેમેરા થી સમગ્ર જુગાર ના અડ્ડા નું સ્ટિંગ કરી અને લાગતા પોલીસ અધિકારીઓને જાણ કર્યા પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. સંઘ પ્રદેશ દમણ નું સંચાલન એવા પ્રફુલ પટેલ પાસે હોવા છતાં આ પ્રકાર ના દુષણો દમણ માં કહેવાતા વહીવટદાર સોહીલ જીવાણી દ્વારા ચલાવવા માં આવી રહ્યા છે.

રોજ નો લાખો નો રમાય છે જુગાર

જો ઉચ્ચ અધિકારો દ્વારા આ જુગાર ના અડ્ડા ઉપર રેડ કરવામાં આવે તો લાખો રૂપિયો નો જુગાર પકડાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સોહીલ જીવાણી અને બુટલેગરો ના મોબાઈલ તપાસવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટર સોહીલ જીવાણી ના ભ્રષ્ટાચાર બહાર આવશે. સંઘ પ્રદેશ દમણ માં દારૂ જુગાર ના અડ્ડાઓનું સંચાલન કરી પોલીસ ઇન્સ્પેક્ટર સોહીલ જીવાણી કરોડો રૂપિયાની મિલ્કતો વસાવી છે.

હવે જોવાનું એ રહ્યું કે અમારા આ અહેવાલ આવ્યા પછી આ જુગાર ના અડ્ડા પર રેડ થાય છે કે પછી સમગ્ર મામલા ને દબાવવામાં આવશે !!!!

વધુ વિગતો જાણવા માટે જોતા રહ્યો CN24NEWS

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments