Sunday, February 16, 2025
HomeદેશUP : મંદિરમાં સાત ફેરા લઈ હસતા-હસતા સાસરિયે પહોંચી દુલ્હન, અડધી...

UP : મંદિરમાં સાત ફેરા લઈ હસતા-હસતા સાસરિયે પહોંચી દુલ્હન, અડધી રાતે પોટકું લઈ ભાગી ગઈ

- Advertisement -

બદાયૂં: ઉત્તર પ્રદેશના બદાયૂંમાંથી ફરી એક વાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. મંદિરમાં શુક્રવારે લગ્ન કર્યા બાદ લગ્ન રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. જોકે સાથે આવેલી એક અન્ય મહિલા ફરાર થતાં પકડાઈ ગઈ હતી. પીડિત વરરાજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માગ કરી છે.

આ મામલો ઉસાવાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. આ વિસ્તારમાં આવેલા એક ગામ રાવતપુરના રહેવાસી રમન પાલે પોલીસને ફરિયાદ આપી છે. આરોપ લગાવ્યો છે કે લગભગ 6 મહિના પહેલાં એક અજાણ્યા નંબર પરથી તેની પાસે ફોન આવ્યો હતો. ફોન પર વાત કરનારી એક મહિલા હતી. ધીમે ધીમે મહિલા સાથે ફોન પર વાત શરૂ થઈ. પછી આ વાત લગ્નથી આગળ પહોંચી ગઈ. 17 જાન્યુઆરીએ મહિલા અચાનક આવી ગઈ અને લગ્ન કરવાની વાત કરવા લાગી.

તેની સાથે આવેલી એક અન્ય મહિલાએ તાલુકા શાહજહાંપુરના પટના મંદિરમાં લગ્ન કરાવ્યા. જ્યાં લગ્ન કરાવવાના નામે દોઢ લાખ રૂપિયા લીધા. લગ્નનો વીડિયો પણ સામે આવ્યો છે. દુલ્હન મંદિરમાં ફેરા લેતી દેખાઈ રહી છે. વરરાજાના પરિવારની મહિલાઓ અને સંબંધીઓ પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

લગ્ન ખતમ થયા બાદ મહિલા અને દુલ્હન રમન પાલ પોતાના ઘરે આવ્યા. રાત્રિના સમયે દુલ્હન સોના-ચાંદી અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ. જોકે તેની સાથે આવેલી મહિલા પણ ફરાર થઈ રહી હતી, ત્યારે અચાનક રમન પાલના પરિવારે તેને પકડી લીધી. મહિલા દુલ્હનને પહેલાં પોતાની દીકરી ગણાવી રહી હતી. જ્યારે હવે બહેનની દીકરી ગણાવી રહી છે. હાલમાં રમન પાલે આ આખી ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશને આપી છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

વરરાજા રમન પાલે જણાવ્યું કે, ”એક મહિલાએ મારા લગ્ન કરાવ્યા. દુલ્હન રાત્રે ઘરે આવી. અડધી રાતે જ ઘરેણાં અને 3 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ. સવારે અમે તેની સાથે આવેલી એક મહિલાને પકડી લીધી. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular