અમદાવાદ : સોલામાં એસિડ ફેંકવાની ધમકી આપનાર યુવકે જામીન પર છૂટી યુવતીને ફરી હેરાન કરી, ભાઈએ ઠપકો આપતા માર માર્યો

0
2

ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતી યુવતીને હૈદરાબાદમાં થયું તેવું તારી સાથે કરીશ અને એસિડ ફેંકવાની ધમકી આપનાર આરોપી પાગલ પ્રેમીએ જામીન પર છૂટી ફરી યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીએ તેના ભાઈને જાણ કરતા આરોપીને તેનો ભાઈ સમજાવવા ગયો હતો જ્યાં આરોપી યુવકે તેને માર મારી ભાગ્યો હતો. પીછો કરતા ગોતા હાઉસિંગ બસ સ્ટેન્ડ પાસે યુવકનો મિત્ર મળતાં બંનેએ યુવતીના ભાઈને માર્યો હતો. બાદમાં ફરાર થઇ ગયા હતા. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગોતા હાઉસિંગમાં રહેતી યુવતીને 9 મહિના પહેલા ગોતામાં રહેતો રવિ વાઘેલા નામનો યુવાન અવાર-નવાર તેની બહેનનો પીછો કરીને તેને હેરાન પરેશાન કરતો હતો. યુવતીને અલગ અલગ નંબર પરથી ફોન કરીને મળવા આવ નહિં તો ઉઠાવી જઈશ અને હૈદરાબાદમાં થયું છે તેમ કરીશ અને તારા ચહેરા પર એસિડ નાંખીશ એવી ધમકી આપતો હતો. યુવતી ક્લાસિસમાં જતી હતી તે સમયે તેને એક બોટલ બતાવી કહ્યું હતું કે, આ બોટલ તને સુંઘાડી દઈશ જે મામલે યુવતીની માતાએ રવિ સામે ગત જાન્યુઆરી મહિનામાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જે કેસમાં હાલ આરોપી રવિ જામીન પર મુક્ત છે.

12મી સપ્ટેમ્બરના દિવસે યુવતી સોલ સિવિલ હોસ્પિટલમાં નોકરીએ જતી હતી. ત્યારે ગોતા પાણીની ટાંકી પાસે રવિ એક્ટિવા લઈને આવ્યો હતો અને મારે શાંતિથી વાત કરવી છે, સાઈડમાં આવ તેમ કહીને યુવતીને કહ્યું હતું કે, મારા પર જે કેસ કર્યો છે તે પાછો લઇ લે. જોકે, યુવતીએ કેસ પાછો નહિ ખેંચાય તેવું કહેતા આરોપી રવિએ કહ્યું હતું કે, તારે મને પાછો પુરાવવો હોય તો પુરાવી દે. યુવતીએ મોબાઈલથી વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ આરોપી તેનો ફોન ખેંચી લીધો હતો. યુવતીએ તેના ભાઈને જાણ કરતા ત્યાં આવી રવિને સમજાવતા તેને ગડદાપાટુનો માર મારીને ભાગી ગયો હતો. યુવતીના ભાઈએ પીછો કરતા ગોતા હાઉસિંગ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતો. ત્યાં હાજર આરોપીના મિત્ર સની અને આરોપીએ સાથે મળી ફરિયાદીને માર મારી ધમકી આપી હતી કે, જો હવે પાછળ પાછળ આવીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી માર મારી નાસી ગયા હતા.