ભાવનગર : બેટીની છેડતી કરનાર હેવાનને ઠપકો આપવા ગયેલ પિતાની કરપિણ હત્યા.

0
15

ભાવનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. દીકરીની છેડતી કરનાર શખ્સને ઠપકો દેવા ગયેલ પિતાની આરોપીએ કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને સગીરાના પિતાને છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તો બીજી તરફ આ ઘટનાને લઇ સમગ્ર ગામાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મર્ડરની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મળતી વીગત મુજબ શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક ઇટોના ભઠ્ઠા પાસે મફતનગરમાં રહેતા રણછોડભાઇ સુરશંગભાઇ ધરાજીયાની દિકરીને ઘરની સામે જ પાનનો ગલ્લો ચલાવતો ઇસમ ધવલ નનુભાઇ ધરાજીયા છેલ્લા થોડા દિવસોથી હેરાન કરતો હોઇ અને આજે સવારે ધવલ રણછોડભાઇના ઘરે આવી તેમની દિકરીનુ બાવડુ પકડીને હેરાન કરતા આ બાબતે રણછોડભાઇએ ધવલને ઠપકો આપવા ગયેલ જ્યા ધવલે ઉશ્કેરાઇને રણછોડભાઇને જોરદાર એક છરીના ઘા ઝીકેલ. છરીનો આ ઘા એટલો ધારદાર હતો કે રણછોડભાઇનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એમ.બી નિમાવત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ આગળની તજવીજ હાથ ધરી છે.

મૃતક રણછોડભાઇના ઘરની સામેજ આરોપી ધવલ ધરાજીયાએ બે મહિના પૂર્વે પાનનો ગલ્લો શરૂ કરેલ અને છેલ્લા થોડા દિવસથી મૃતકની દિકરીને છેડતી કરતો હોઇ અને આજે ઘરે આવી હાથ પકડી છેડતી કરતા મૃતક તેને ઠપકો આપવા ગયેલ જ્યા ધવલે ઉશ્કેરાઇને છરીનો જોરદાર એક ઘા ઝીંકી દીધેલ.

હાલ ડી ડીવીઝન પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યાના આરોપી સામે વધુ તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here