ન્યૂ લોન્ચ : ₹10 હજારના વધારા સાથે Kawasaki Versys 650નું BS6 મોડેલ લોન્ચ થયું, નવી કિંમત 6.79 લાખ રૂપિયા

0
5

દિલ્હી. કાવાસાકીએ ઇન્ડિયન માર્કેટમાં BS6 Versys 650 બાઇક લોન્ચ કરી દીધી છે. આ બાઇકની કિંમત 6.79 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ મિડલવેટ ટૂરર બાઇક ફક્ત એકકલર કેન્ડ લાઇમ ગ્રીનમાં જ અવેલેબલ છે. BS4 વર્ઝન કરતાં બાઇકના BS6 મોડેલની કિંમત 10 હજાર રૂપિયા વધારે છે. અપડેટેડ Versys 650ની ફ્યુલ ટેંક પર નવાં ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યાં છે. BS6 કમ્પ્લાયન્ટ Versys 650 બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 50 હજાર રૂપિયામાં કંપનીની ડીલરશિપ પરથી આ બાઇકનું બુકિંગ કરાવી શકાય છે. આ બાઇકની ડિલિવરી ઓગસ્ટ મહિનાના અંતમાં શરૂ થશે.

એન્જિન ડિટેલ્સ
અપડેટેડ કાવાસાકી Versys 650 બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ 649ccનું ટ્વીન સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8500 rpm પર 65 bhp પાવર અને 7000 rpm પર 61 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. BS4 વર્ઝન કરતાં BS6 એન્જિનનું આઉટપુટ ઓછું થયું છે. BS4 વર્ઝનમાં આ એન્જિન 8500 rpm પર 68 bhp પાવર અને 7000 rpm પર 64 Nm પીક ટોર્ક જનરેટ કરતું હતું. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ
અપગ્રેડેડ એન્જિન સિવાય બાઇકમાં અન્ય કોઈ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા. અગાઉની જેમ તેના ફ્રંટમાં 41 mm અપસાઇડ ડાઉન ફોર્ક સસ્પેન્શન અને રિઅરમાંમોનોશોક આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રંટમાં ડ્યુઅલ પિસ્ટન કેલિપર્સ સાથે ટ્વીન 300 mm પેટલ ટાઇપ ડિસ્ક અને રિઅરમાં સિંગલ પિસ્ટન કેલિપર્સ સાથે સિંગલ 250 mm પેટલ ટાઇપ ડિસ્ક બ્રેક આપી છે.

ફીચર્સ
​​​​​​​Versys 650 બાઇક ટ્વીન હેડલેમ્પ અને અડજસ્ટેબલ વિન્ડસ્ક્રીનથી સજ્જ છે. તેમાં પહોળા હેન્ડલબાર અને સ્ટેપ્ડ સીટ આપવામાં આવી છે. બાઇકમાં ગિયર ઇન્ડિકેટર સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેની ફ્યુલ ટેંક 21 લિટરની છે. બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here