ન્યૂ લોન્ચ : MG Hectorનું BS6 મોડેલ લોન્ચ થયું, કિંમતમાં 45 હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો

0
10

દિલ્હી. MG Motorએ તેની હેક્ટર એસયુવીનું BS6 ડીઝલ મોડેલ લોન્ચ કરી દીધું છે. BS6 MG Hector ડીઝલની કિંમત 13.88 લાખ રૂપિયાતી લઇને 17.73 લાખ રૂપિયા વચ્ચે છે. BS4 કરતાં BS6 મોડેલની કિંમત 40-45 હજાર રૂપિયા સુધી વધી છે. કિંમતમાં વધારો ડીઝલ એન્જિનવાળી હેક્ટરના તમામ વેરિઅન્ટમાં થયો છે. ડીઝલ મોડેલ અપગ્રેડ થવાની સાથે હવે હેક્ટરની સુંપૂર્ણ રેન્જ BS6 કમ્પ્લ્યાન્ટ થઈ ગઈ છે કારણ કે, પેટ્રોલ મોડેલ પહેલેથી જ BS6 એન્જિનમાં અપગ્રેડેડ છે.

MG Hectorમાં 2.0 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 170hp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

BS6 ડીઝલ એન્જિનની વેરિઅન્ટ પ્રમાણે નવી અને જૂની કિંમત

વેરિઅન્ટ BS4 મોડેલની કિંમત (રૂ.) BS6 મોડેલની કિંમત (રૂ.) કેટલો વધારો? (રૂ.)
સ્ટાઇલ 13.48 લાખ 13.88 લાખ 40 હજાર
સુપર 14.48 લાખ 14.88 લાખ 40 હજાર
સ્માર્ટ 15.88 લાખ 16.33 લાખ 45 હજાર
શાર્પ 17.28 લાખ 17.33 લાખ 45 હજાર

 

ફીચર્સ

ડીઝલ એન્જિનને BS6માં અપગ્રેડ કર્યા સિવાય આ એસયુવીના લુક કે ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. હેક્ટરના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ Styleમાં પ્રોજેક્ટર હેડલેમ્પ, સ્ટીલ વ્હીલ્સ, હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, બીજી રોની સીટના પેસેન્જર્સ માટે એસી વેન્ટ્સ, રિક્લાઇનિંગ રિઅર બેકરેસ્ટ, ઓડિયો સિસ્ટમ અને રિમોટ લોકિંગ જેવાં બેઝિક ફીચર્સ મળે છે.

આ એસયુવીના ટોપ વેરિઅન્ટ Sharpમાં પાવર્ડ ફ્રંટ સીટ્સ, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, પેનોરમિક સનરૂફ, પાવર્ડ ટેલગેટ અને કંપનીની iSmart કનેક્ટેડ કાર ટેક્નોલોજી સહિત ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here