અપકમિંગ : BS6 નિસાન કિક્સમાં મર્સિડીઝ બેન્ઝનું એન્જિન મળશે, નવાં એન્જિન સાથે અપડેટેડ ફીચર્સ મળશે

0
7

દિલ્હી. દેશમાં 1 એપ્રિલ 2020થી નવા એમિશન નોર્મ્સ લાગુ થઈ ગયા છે. જેના કારણે તમામ ઓટોમોબાઇલ કંપનીઓ તેના વ્હીકલ લાઇનઅપને અપડેટ કરવામાં લાગી ગઈ છે. તાજેતરમાં જ નિસાન કિક્સે એક વીડિયો ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં આ કારમાં નવું 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. નવુંએન્જિન 156hp પાવર અને 254Nm ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન સાથે કિક્સ મોસ્ટ પાવરફુલ પેટ્રોલ મિડ સાઇઝ SUV બની જશે. રિપોર્ટ અનુસાર, આ એન્જિન 8 સ્ટેપ CVT ગિયરબોક્સ સાથે અવેલેબલ થશે. જો કે, તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ આપવામાં આવી શકે છે.

કિક્સમાં મળતું આ 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ઇન્ટરનલી HR13DDT તરીકે જાણવામાં આવે છે. આ એન્જિનને પહેલીવાર નિસાનની આસિસ્ટન્ટ કંપની રેનોએ ઓટો એક્સપો 2020માં રજૂ કરવામાં આવી હતી. આવનારા સમયમાં રેનો ડસ્ટરમાં પણ આ એન્જિનનો પ્રયોગ કરવામાં આવી શકે છે. કિક્સ અને ડસ્ટર પર આ ઉપયોગમાં આવનારું આ એન્જિન મર્સિડીઝ બેન્ઝના કેટલાક મોડેલ્સ A-Class અને GLAમાં પણ જોવા મળી ચૂક્યું છે.

2020 BS6 નિસાન કિક્સ પેટ્રોલ એન્જિન સાથે આવશે કારણ કે, કંપની તેની લોકપ્રિય K9K 1.5 લિટર ડીઝલ બંધ કરવામાં આવી ચૂકી છે કારણ કે,ડીઝલ એન્જિનને BS6 એમિશન નોર્મ્સ અનુસાર તૈયાર કરવામાં આવશે. અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે, કિક્સમાં 1.3 એન્જિન સાથે અનેક એરબેગ્સ, ABS અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવાં સેફ્ટી ફીચર્સ સાથે ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ અને ક્રૂઝ કન્ટ્રોલ જેવાં ફીચર્સ જોવા મળી શકે છે. જો કે, તેનાં ઇન્ટિરિયરમાં થોડી અપડેટ પણ જોવા મળશે.

2020 નિસાન કિક્સ BS6ની કોમ્પિટિટર્સ નવી હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ અને ટાટા હેરિયર જેવી ગાડીઓ હશે. નિસાન કિક્સને 2019ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી અને ઇન્ડિયન માર્કેટમાં આ કારને લોકોનો સારો રિસ્પોન્સ મહોતો મળ્યો. એવામાં ધારણા છે કે નવા એન્જિન સાથે કિક્સની વેચાણની ઝડપ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here