પાકિસ્તાનમાં હિંદુ મંદિરને તોડ્યા પછી શરૂ થયું ‘મંદિર બનાવો’ અભિયાન

0
0

હાલમાં જ પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના એક હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. આ મંદિર સાથે સંલગ્ન એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે ઈસ્લામાબાદમાં મંદિર તોડવામાં આવ્યા બાદ મુસ્લિમોએ ‘મંદિર બનાવો’ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી કેટલાં હિંદુઓએ ભારતમાં ‘મસ્જિદ બનાવો’ અભિયાન શરૂ કર્યું.

સત્ય શું છે?

આ પોસ્ટની સત્યતા જાણવા માટે વાયરલ થઈ રહેલો ફોટોઝને ગૂગલ પર રિવર્સ ઈમેજ કર્યું. તેની સાથે જોડાયેલો એક મીડિયા રિપોર્ટ મળ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ, આ તસવીર જુલાઈ 2020ની છે. ઈસ્લામાબાદમાં 8 જુલાઈ, 2020નાં રોજ કેટલાંક લોકોએ હિંદુ મંદિર બનાવવા માટે એક રેલી કરી હતી, આ બધી જ તસવીર તે સમયની છે.

ઈસ્લામાબાદમાં 8 જુલાઈ, 2020નાં રોજ થયેલા વિરોધ પ્રદર્શનની તસવીરને હાલની ગણાવીને વાયરલ કરવામાં આવી રહી છે.

પોસ્ટમાં હિંદુ મંદિર બનાવવાની વાત તો કરવામાં આવે છે, પરંતુ તેનું કનેક્શન 30 ડિસેમ્બરે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મંદિર તોડવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. તેથી આ દાવો ખોટો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here