નાગરિકતા સંશોધન બિલ : ગોળી બુલેટપ્રુફ જેકેટને વિંધી ગઇ તેમ છતાં આવી રીતે બચી ગયો પોલીસકર્મીનો જીવ

0
15

‘જાકો રાખે સાઇયાં માર સકે ન કોય’ આ કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. ત્યારે આ કહેવાત યુપીમાં સાચી પડી છે. નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન ફિરોઝાબાદમાં ડ્યૂટી પર તહેનાત પોલીસ કર્મી વિજેન્દ્રકુમારને ગોળી લાગી પરંતુ આ ગોળી તેમના શરીરને ભેદી ન શકી કારણ કે ગોળીને તેમના પર્સમાં રાખેલા સિક્કાઓએ રોકી લીધી હતી.

  • જાકો રાખે સાઇયાં માર શકે ન કોઇ’ કહેવત પડી સાચી
  • પોલીસ કર્મીનો ગોળીબારમાં આબાદ બચાવ

વિજેન્દ્રકુમારે બુલેટપ્રુફ જેકેટ પહેરેલનું હતું ત્યારે બુલેટપ્રૂફ જેકેટને પણ ભેદીને ગોળી આગળ વધી પરંતુ પર્સમાં રખાયેલા સિક્કાઓથી ગોળી રોકાઇ ગઇ. મળતી જાણકારી મુજબ, હિંસક પ્રદર્શન દરમિયાન કોન્સ્ટેબલ વિજેન્દ્રકુમાર પોતાની ટીમની સાથે સુરક્ષામાં તહેનાત હતા.

ગોળી તેમના બુલેટપ્રૂફ જેકેટને ભેદીને પર્સમાં ફસાઈ

તે દરમિયાન એક ગોળી તેમના બુલેટપ્રૂફ જેકેટને ભેદીને પર્સમાં ફસાઈ ગઈ. તેના કારણે તેમનો જીવ બચી ગયો. વિજેન્દ્ર કુમારે પર્સને શર્ટના ખિસ્સામાં રાખ્યું હતું. એવામાં એક ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદીને પર્સમાં ફસાઈ ગઈ.

સિક્કાઓને છેદી ન શકી ગોળી

વિજેન્દ્ર કુમારનું કહેવું છે કે તેના પર્સમાં એનક સિક્કા હતા. તેના કારણે જ ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદીને સિક્કાઓને છેદી ન શકી. તેના કારણે તેમનો જીવ બચી ગયો. વિજેન્દ્ર કુમારનું કહેવું છે કે તેને હકિકતમાં એવું લાગી રહ્યું છે કે આ તેનો બીજું જીવન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here