અમદાવાદ : ખેડૂતોના આપઘાત, દેવા માફી સહિત કૃષિ નીતિ ઘડાય તેવી માંગ સાથે બોપલમાં બંગલા માલિક ઉપવાસ પર બેઠા

0
8

અમદાવાદ. તળાજાના ઇસોરા ગામના ખેડૂત ભુપત જેઠવા (ઉ.વ.53)એ ડુંગળીના ભાવ મળતા અને દેવું થઈ જતાં ગઈકાલે 14મી મેએ ખેતરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ખેડૂતોના આપઘાત મામલે અને પાકના પોષણક્ષમ ભાવ અને નુકસાનીનું યોગ્ય વળતર માટે આજે કિશાન અધિકારી મંચ ગુજરાત અને અન્ય સંગઠનના આગેવાનો ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં બંગલામાં લોકડાઉન વચ્ચે ઉપવાસ શરૂ કર્યા છે. સાથે જ પોતાનો એક વીડિયો પણ વાઈરલ કર્યો છે.

લોકડાઉન વચ્ચે બંગલામાં ઉપવાસ

બોપલામાં જૂના ટ્યુબવેલ ખાતે અને સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલા સારથી બંગલોઝમાં રહેતા ભરતસિંહ ઝાલાએ પોતાના બંગલામાં જ ખેડૂતોના પાક વીમા નાબૂદી,  લોન માફી, ખેડૂતોના આપઘાત અટકાવવા એગ્રિકલ્ચર પોલિસી બનાવવા સહિતના મુદ્દતે પોતાના બંગલામાં જ લોકડાઉન વચ્ચે એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે સરકારને અસંવેદનશીલ ગણાવીને સંવેદનશીલ બનાવવા ઉપવાસ કર્યા હોવાનું જણાવ્યું હતું.

વાઈરલ વીડિયોમાં શું કહ્યું છે

કોરોનાની મહામારી સામે જંગ માટે સરકાર દ્વારા 20 લાખ કરોડની રકમનું મોટું પેકેજ જાહેર કર્યું છે. દેશના અને રાજ્યના ખેડૂતોની અવગણના કરવામાં આવી. ખેડૂતોના દેવા નાબૂદ નથી કરવામાં આવ્યા. આપઘાત કરનાર ખેડૂતના પત્ની અને તેના બાળકો જીવવા માટે આર્થિક મદદ નથી કરાઈ. તેમજ ખેડૂતોને ઉત્પાદનના ભાવ, પાક નુકસાનીનુ્ં વળતર વગેરે ન મળતા આજે એક દિવસ માટે આજે મારા ઘર પર લોકડાઉનમાં ઉપવાસ પર બેઠેલો છું.  દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા કાયમી એગ્રિકલ્ચર પોલિસી બનાવે. વાવણીનો સમય આવી રહ્યો છે, કોટન કપાસ પણ ખરીદતા નથી અને ખરીદે છે તેનો યોગ્ય ભાવ નથી આપતા. રાજ્યના ખેડૂતોની સમસ્યાનો અંત લાવવા સરકાર પગલાં ભરે. દેવા નાબૂદીથી લઈને વાવણીથી કાપણી સુધી ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોની સમસ્યાનો હલ લાવવા દેશમાં અને રાજ્યના ખેડૂતો જાગૃત બને એ હેતુથી આજે મારા જ ઘરમાં ઉપવાસ પર બેઠેલો છું. વ્યક્તિગત સ્વાર્થી નથી વર્ષોથી ખેડૂતોના હિતમાં કામ કરી રહ્યો છું. પરંતુ કોઈ પરિણામ ન આવતા આજે ઉપવાસ પર બેઠા છીએ. આશા રાખીએ સંવેદનહીન જે સરકાર છે તે સંવેદનશીલ બને અને ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોના હીતમાં એગ્રિકલ્ચર પોલિસી બને અને ચોમાસાની અંદર વાવણીથી કાપણી સુધી એક્ચુઅલી ખર્ચો છે એ એકરે 25 હજાર રૂપિયા સુધી 10 એકરની મર્યાદામાં સરકાર સહાય કરે એ માંગ સાથે મારા જ ઘરમાં ઉપવાસ પર બેઠેલો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here