સુશાંત મૃત્યુ કેસ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો, રિયાના ઘરે પણ શોધખોળ થઈ, ભાઈ શોવિકને ટીમ પોતાની સાથે લઈ ગઈ

0
0

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ પહેલી જ વાર રિયા ચક્રવર્તી તથા સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના ઘરમાં છાપો માર્યો હતો. બંનેના ઘરમાં અંદાજે અઢી કલાક તપાસ કરી હતી. રિયાના ઘરમાં તેના ભાઈ શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શન કેસમાં પુરાવા શોધવામાં આવ્યા હતા. NCBની અલગ-અલગ ટીમ બંનેના ઘરે સવારે સાડા છ વાગે આવી હતી.

NCBએ તપાસ બાદ સેમ્યુઅલ મિરાન્ડાને કસ્ટડીમાં લીધો હતો. તેને ક્યાં લઈ જવામાં આવ્યો તેની માહિતી નથી. તો NCBની બીજી ટીમ શોવિકને પોતાની સાથે ઓફિસ લઈ ગઈ છે. કહેવાય છે કે તપાસ એજન્સીએ શોવિકને સમન્સ પાઠવ્યું હતું. હવે ડ્રગ્સ કેસમાં શોવિકને સવાલ-જવાબ કરવામાં આવશે.

NCBએ ડ્રગ્સ મામલે જૈદ વિલાત્રા સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે. તેણે રિયા, શોવિક અને સેમ્યુઅલ સાથે કનેક્શન હોવાની વાત સ્વીકારી છે.

રિયાના ઘરેથી NCBએ આ સામાન જપ્ત કર્યો

NCBએ રિયાના ઘરની પૂરી તપાસ કરી હતી. મોબાઈલ, લેપટોપ, હાર્ડ ડિસ્કની સાથે રિયા તથા શોવિકની કારમાં પણ શોધખોળ કરી હતી. NCBએ રિયાના ઘરેથી ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સીઝ કર્યા હતા, જેમાં રિયાનો જૂનો ફોન, શોવિકનું લેપટોપ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ સામેલ છે. રિયાના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું નથી. સૂત્રોના મતે, તપાસ દરમિયાન રિયાના પરિવારે સહયોગ આપ્યો હતો. NCBના 8 અધિકારીઓ રિયાના ઘરે ગયા હતા. મુંબઈ પોલીસ પણ રિયાના ઘરમાં હાજર હતી. NCBના ડેપ્યુટી ડિેરેક્ટર કે પી એસ મલ્હોત્રા પણ હતા.

અપડેટ્સ

  • NCBની ટીમે રિયા અને સેમ્યુઅલનાં ઘરે મોબાઈલ, હાર્ડ ડિસ્ક અને લેપટોપની તપાસ કરી. રિયાની કાર પણ ચેક કરી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ચક્રવર્તી પરિવાર તપાસમાં ટીમને સાથ આપી રહ્યો છે.
  • રેડ પછી શોવિકને કસ્ટડીમાં લઇ શકે છે
  • NCB ઓપરેશન સેલના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, આ બધું એક પ્રોસેસ માટે થઇ રહ્યું છે. અમે શોવિક અને સેમ્યુઅલના ઘરની તપાસ કરી રહ્યા છીએ.
NCBએ ડ્રગ્સ મામલે એક FIR પણ ફાઈલ કરી છે
(NCBએ ડ્રગ્સ મામલે એક FIR પણ ફાઈલ કરી છે)

 

અત્યાર સુધી ડ્રગ્સ મામલે 5 લોકોની ધરપકડ

NCBએ ડ્રગ્સ કનેક્શનમાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે. ગુરુવારે જૈદ વિલાત્રાને કોર્ટમાં હાજર કર્યો હતો. NCBએ કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ 9 દિવસના મળ્યા.1 સપ્ટેમ્બરે જૈદને મુંબઈથી પકડવામાં આવ્યો હતો.
NCBએ ડ્રગ્સ કેસમાં અબ્દુલ બાસિત પરિહારની પણ ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાસિત અને જૈદનું કનેક્શન રિયાના સાથી સેમ્યુઅલ મિરાંડા સાથે હતું. આ લોકોએ પૂછપરછમાં રિયા અને તેના ભાઈ શોવિકનું નામ લીધું છે.

ગુરુવારે જૈદ વિલાત્રાને કોર્ટમાં હાજર કર્યો હતો
(ગુરુવારે જૈદ વિલાત્રાને કોર્ટમાં હાજર કર્યો હતો)

 

શોવિક તથા રિયાની ડ્રગ્સ ચેટ સામે આવી

રિયા તથા તેના ભાઈ શોવિકની ડ્રગ્સ વેપાર સાથે જોડાયેલી કેટલીક ચેટ તથા પિતા માટે દીકરા દ્વારા ખરીદાયેલા ડ્રગ્સની વાત સામે આવી છે. 10 ઓક્ટોબર 2019ના રોજની આ ચેટમાં શોવિક પાસે તેનો મિત્ર ડ્રગ્સ માટે મદદ માગે છે અને તે તેને પાંચ ડ્રગ્સ વેચનારાના નંબર આપે છે. ચેટમાં શોવિકનો મિત્ર તેને વીડ, હૈશ, બડ જેવા ડ્રગ્સ વિશે પૂછી રહ્યો છે. શોવિક તેના મિત્રને બડ નામના ડ્રગ માટે જૈદ અને બસીતનો નંબર આપે છે. માનવામાં આવી રહ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ જ ચેટના આધારે જૈદ અને બસીતને છેલ્લા બે દિવસમાં અરેસ્ટ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here