સુરત : પાંડેસરા વિસ્તારમાં આવેલી બેકરીમાં દુકાનનું શટર તોડી થયેલી ચોરી CCTVમાં કેદ

0
10

પાંડેસરા વિસ્તારમાં આવેલી એક બેકરીમાં ચોરીની ઘટના બની છે. દુકાનનું શટર તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનમાંથી 16 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ દુકાન માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શટરને ઉંચુ કરીને તસ્કરે ચોરી કરી હતી.
(શટરને ઉંચુ કરીને તસ્કરે ચોરી કરી હતી.)

 

16 હજારની ચોરી

સુરતના પાંડેસરા ગામ સ્થિત આકાશ રો-હાઉસમાં રહેતા રામલાલ ઉર્ફે રમેશભાઇ પન્નાલાલ કુમાર પાંડેસરા આકાશ દીપ સોસાયટી પાસે રામદેવ બેકરી એન્ડ સુપર સ્ટોર ધરાવે છે તેઓની દુકાનમાં ચોરીની ઘટના બની છે અજાણ્યો ઇસમ દુકાનમાં પ્રવેશ કરી 16 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

CCTVના આધારે તપાસ શરૂ

બીજા દિવસે દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ તપસ્યા હતા જેમાં અજાણ્યો ઇસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો આ ઘટનાને લઈને દુકાન માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તેમજ CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here