Thursday, October 28, 2021
Homeકેબિનેટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી, ગુજરાત સહિત આ 6 રાજ્યોને થશે...
Array

કેબિનેટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી, ગુજરાત સહિત આ 6 રાજ્યોને થશે ફાયદો

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે (Cabinet) અટલ ભૂજલ યોજના (Atal Bhujal Yojana)ને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર 5 વર્ષમાં 6000 કરોડ રુપિયા ખર્ચ થશે. જેમાં 3000 કરોડ રુપિયા વર્લ્ડ બેન્ક અને 3000 કરોડ રુપિયા સરકાર આપશે.

કેબિનેટ બેઠક પુરી થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે 7 રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે. તેમણે કહ્યું હતું કે અટલ ભૂજલ યોજનાથી પાણીની બર્બાદી રોકવામાં મદદ મળશે. પાણીનો યોગ્ય ઉપયોગ થશે. પાણીના સતત ઉપયોગથી ખેડૂતોની આવક ડબલ કરવામાં મદદ મળશે.

કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠક દરમિયાન રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એપ્રિલથી ડિસેમ્બર સુધી NPRની પ્રક્રિયા થશે. જેમાં નાગરિકો માટે એક રજિસ્ટર બનાવવામાં આવશે,

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માટે કોઈ કાગળ કે સાબિતી બતાવવાની જરુર રહેશે નહીં. આ માટે સરકારી કર્મચારી ઘરે આવશે. દરેક રાજ્યએ આ માટે મંજૂરી આપી છે. દર 8 થી 10 વર્ષોમાં આ રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે. તેમણે આ યોજનાની જરુરત વિશે જણાવ્યું હતું કે સરકારી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયાને અપનાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments