Sunday, November 28, 2021
Homeહળવદ : ઈશ્વરનગર ગામે આવેલ નાલું બિસ્માર હાલતમાં, રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય
Array

હળવદ : ઈશ્વરનગર ગામે આવેલ નાલું બિસ્માર હાલતમાં, રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે આવેલ નાલું બિસ્માર હાલતમાં રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામ હાલ ચરાડવા થી મોરબી જવા આ રસ્તો 10 ગામનો જોડતો માર્ગ છે.
તેમજ આ ઈશ્વરનગરગામ મોરબી તાલ્લુકાને આવેલ હોય અહીંયાથી  સુસવાવ, મયુર નગર રાસંગપુર ,નવા ધનાળા , જુના ધનાળા, કેદારીયા રણજીત ગઢ, વગેરે ગામો આવેલા છે હળવદ થી રાસંગપર ઈશ્વર નગર ગામ નજીક એક મોટુ નાળુ આવેલું છે. જે અવર જવર કરવા મહત્વનું ગણાય છે. જે નાળુ ટુટેલ ગાબડા પડી ગયેલ તેમજ તેને રેલીંગ વગરનું હોય આવા રોજીંદા તેમજ અસંખ્ય વાહન વહેવાર કરતા વાહન ચાલકોને કયારે અકસ્માત સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે.
ગામના લોકો દ્વારા અનેક વાર રજુવાત કરી છે. મનસુખભાઈ  રમેશભાઈ, મનસુખભાઈ પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, તેમજ ઈશ્વરનગર ગામલોકોએ તાલુકા અને જિલ્લામાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ  આ નાળુ બિસ્માર ટુટેલુ ગાબડા પડેલ બેસી જાય અને કોઇ દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય તો તેનો કોણ જવાબદાર જેથી વહેલીતકે આ નાળાને યોગ્ય રીતે રીપેરીંગ થાય તેવી આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોના માંગ ઉઠવા પામી છે. શુ સત્તાવાળાની ઉંઘ ઉડશે કે પછી મોટા અકસ્માતની વાર જોશે ??
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments