કેન્સરગ્રસ્ત અભિનેત્રી તેમજ સાંસદ કિરણ ખેર કમઝોર દેખાઈ

0
2

કિરણ ખેર હાલ બ્લડકેન્સરની સારવાર લઇ રહી છે. હાલમાં જ તેનું બોનમેરો ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુપમ ખેરએ થોડા દિવસો પહેલા કિરણની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

હાલમાં જ તેના પુત્ર  સિકન્દર ખેરએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જેમાં કિરણ ખેર જોવા મળી હતી. જોકે તે કમજોર દેખાતી હતી. આ લાઇવ સેશનમાં કિરણે પુત્ર સિકંદરને લગ્ન કરી લેવાની સલાહ આપી હતી. તેણ કહ્યું હતું કે, તે આવનારા થોડા જ મહિનામાં ૪૧ વરસનો થઇ જશે. તેથી તારે લગ્ન કરી લેવા જોઇએ.

કિરણ ખેરે વીડિયોમાં પોતાના પ્રશંસકોનો આભાર માનતી પણ જોવા મળી હતી. સિકન્દરે કેપ્શનમાં લખ્યું હતું કે, ખેર સાહેબ, કિરણ મેમ અને હું એક નાનો સુંદર પરિવાર છે. અમારા તરફથી હું તમને દરેકને નમસ્તે કરું છે. તેમજ મારી માતાને સારી થવા માટે તેમે જે પ્રાર્થનાઓ કરી છે તેના માટે આભાર માનું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here