સુરત : કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર અને અડાજણમાં દીપા કોમ્પલેક્સ સામે કારમાં આગ લાગી.

0
16

શહેરમાં ચાલતી કારમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુરૂવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઉતરાણ બ્રિજ પર કારમાં આગ લાગે છે. જેમાં કારમાં સવાર સિફ્તપૂર્વક નીચે ઉતરી જતા બચાવ થયો છે. શુક્રવારે સવારે અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પલેક્સ સામે વાનમાં આગ લાગી જાય છે. જેમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નથી. ફાયરબ્રિગેડે બન્ને બનાવોમાં આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. શોર્ટ સર્કિટ અને ગેસ લિકેઝથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.જો કે, આગમાં બળીને બન્ને બનાવમાં કાર ખાક થઈ ગઈ છે.

સ્પાર્કથી લાગેલી આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.
(સ્પાર્કથી લાગેલી આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.)

 

અડાજણમાં વાન બળીને ખાક

અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે સવારે 11 વાગ્યા આસપાસ એક વાન રસ્તા પર સળગી ગઈ હતી.આગ લાગ્યાની જાણ થતાં જ કારમાં સવાર નીચે ઉતરી ગયા હતાં. બાદમાં સ્પાર્કથી લાગેલી આગે સમગ્ર કારને ઝપેટમાં લઈ લીધી હતી. જેથી કારની જવાળા ઉંચે સુધી પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

કારમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.
(કારમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.)

 

કાપોદ્રામાં કાર સળગી

કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર ગુરુવારની રાત્રે એક ફોર વ્હીલ કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોજે આગ ની જાણ થતાં જ કાર ચાલક રોડ બાજુએ કાર પાર્ક કરી બહાર દોડી ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાર દિપક હરિયાણીની હોવાનું અને કાર નંબર GJ21AA 5661 હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here