મહેસાણા : કડી પાસે કેનાલમાં કાર ખાબકી, એક યુવતીનો બચાવ, ચાર લાપતા

0
2

મહેસાણાના કડી પાસે મોદી દુર્ઘટના સર્જાઇ છે, એક કાર નદીમાં ખાબકી છે. કારમાં સવાર પાંચ યુવક યુવતીઓ સવાર હતા. જેમાં એક યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર લોકો લાપતા થતાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

નંદાસણના 5 યુવાઓ પરીક્ષાના ફોર્મ ભરવા માટે કડી જઈ રહ્યા હતા જેમાં કાર અચાનક કાર બાજુમાં પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકી હતી. જેમાં એક યુવતીને બચાવી લેવામાં આવી છે અને બાકીના 4ની શોધખોળ કરવામાં આવી રહી છે. કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

જેસીબી મશીન મંગાવીને કારને બહાર કાઢવામાં આવી હતી. એ ઉપરાંત એક યુવતીને પણ કાર સાથે અંદર પડતા તેને બચાવી લેવામાં આવી હતી. જ્યારે કારમાં સવાર 4 યુવાનોની શોધખોળ જારી છે. હાલ વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.