રાજકોટ : ખાડો તારવવા જતા કાર 3 ગોથા ખાઇ ગઇ, પ્રૌઢનું મોત, સિંહોરના વરલમાં રીક્ષા પલટતા સગીરનું મોત

0
4

રાજકોટના કુવાડવા GIDC પાસે રોડ પરનો ખાડો તારવવા માટે કાલચાલકે ઓચિંતો ટર્ન લેતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર ત્રણ ગોથા ખાય ગઇ હતી. જેમાં પ્રૌઢનું મોત અને બેને ઇજા પહોંચી હતી. જ્યારે સિંહોરના વરલ ગામે રીક્ષા પલ્ટી મારી જતા 14 વર્ષના સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રૌઢ ધોરાજીના ભૂતવડ ગામના રહેવાસી હતા
જગજીવનભાઇ માલકીયા નામના પૌઢ સાયલા વારસાઇના કામે ગયા હતા. ત્યાંથી કામ પતાવી ચોટીલાથી ખાનગી કારમાં બેસી પરત ફરતા હતા. ત્યારે કુવાડવા નજીક રસ્તામાં ખાડો આવતા કારચાલકે અચામક ટર્ન મારતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ત્રણ ગોથા મારી જતા જગજીવનભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવારઅન્ય બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

સિંહોરના વરલમાં છકડો રીક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો
સિહોરના વરલમાં છકડો રીક્ષા લઈને વાડીએ જઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટિંયરિંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા વીજ પોલ સાથે અથડાઇ અને પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઇ હતી. આ બનાવમાં 14 વર્ષીય અકીબ રફીકભાઈ ચુડેસરાનું મોત નીપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળએ પહોંચી બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here