લીંબડી નજીક ટમેટા ભરેલ ટ્રક નીચે કાર દબાઇ ગઇઃ લોકો ટમેટા લઇ ગયા

0
42

વઢવાણ, તા.૧૬: સુરેન્દ્રનગર જિલ્લા માં અકસ્માત ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રસ્તાઓ માં રોજ બરોજ અનેક અકસ્માત સર્જાયા કરે છે.અને અનેક જિંદગીઓ અકસ્માતના કારણે જિલ્લામાંથી મોતના મોઢામાં હોમાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બગોદાર અને જિલ્લા ના અનેક તાલુકાઓ માં નાના મોટા અકસ્માત ના કારણે અનેક પરિવારો પોતાના પરિવારનો મોભી ખોઈ બેસે છે.અને અકસ્માત ના કારણે અનેક પરિવારનો માળો વિખાઈ જતા હોવાના દ્યણા કિસ્સા સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી પાસે ગઈ કાલે ટમેટા ભરેલ ટ્રકે કારને હડફેટે લેતા કારમાં ભારે નુકશાની થઈ હતી.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.ત્યારે અમદાવાદ તરફથી રાજકોટ તરફ ટમેટા ભરી ને જતો ટ્રક આગળ જતી ગાડી પર કોઈ કારણ સર ચડી ગયો હતો. અને પલટી મારી ગયો હતો.

ત્યારે લીમડી નજીક ટમેટા ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રકની હડફેટે ચડતા કારમાં ભારે નુકશાની થઈ હતી. અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારે આ ટ્રક માંથી ઢોળાયેલા મોંદ્યા ભાવ ના ટમેટા ગામ લોકો એ લઈ ને લૂંટા જુટી કરી હતી.ત્યારે ફિલ્મી દ્રસ્યો સર્જાયા હતા. ત્યારે આ ટ્રક અને કાર વચ્ચે અકસ્માનાં કારણે હાઇવે બે કલાક સુધી બ્લોક રહ્યા હતા.ત્યારે પોલીસ દ્યટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી ને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજે રજા મળવાથી પોતાના ઘર અમદાવાદ જઇ રહેલા ડીવાયએસપી એસ.સી.એસ.ટી.સેલના શ્રૃતિ મહેતાની તબિયત સારી ન હોવાથી તેનો ઓફિસ્યલ સ્ટાફ તેમને મૂકવા માટે અમદાવાદ જઇ રહ્યા હતા. ત્યારે દુર્ઘટનાગ્રસ્ત જગ્યાએથી પસાર થતા તાબડતોબ ડીવાયએસપી. શ્રૃતિ ઁમહેતા અને ટીમે કારના ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ડીવાયએસપી ડો. શ્રૃતિ મહેતા, પોલીસ ડ્રાઇવર કેતનભાઇ પંચોલી, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિૅહ સહિતની ટીમે કામગીરી કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here