માલપુર : કારનું ટાયર ફાટી ડિવાઇડર સાથે ટકરાતાં બે ટુકડા થયા : એક ટુકડો રોંગ સાઇડે જતી કાર સાથે અથડાતાં બે નાં મોત.

0
21

રવિવાર સવારે લુણાવાડાથી માલપુર તરફ આવતા ચોરીવાડ ચાર રસ્તા પાસે લુણાવાડા તરફથી આવતી મારૂતિ કારનું ટાયર ફાટતાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ટકરાતાં બે ટુકડા થતાં જેમાં કારના સ્ટીયરિંગ તરફનો ટુકડો રોંગ સાઇડે ફંગોળાતાં માલપુરથી લુણાવાડા જતી પોલો કારને ધડાકાભેર અથડાતાં વિચિત્ર અકસ્માત થયો હતો. અકસ્માતમાં મારુતિ કારના બે ટુકડા થતાં કારમાં સવાર ઇડરના જાદરના બે યુવકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં.

કારનો અકસ્માત થતાં કારના બે ટુકડા થઈ ગયા હતા.
કારનો અકસ્માત થતાં કારના બે ટુકડા થઈ ગયા હતા.
જ્યારે પોલો કારમાં સવાર મુંબઇના યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના ગામલોકો તેમજ મુસાફરો એકઠા થઈ જતાં ટ્રાફિકજામ થયો હતો. માલપુર પોલીસ અને 108ને જાણ કરાતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે માલપુર સિવિલમાં ખસેડ્યા હતા, જ્યારે ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે માલપુર તાલુકામાં બે દિવસમાં બે ગોઝારા અકસ્માત થતાં ચાર યુવકોનાં મોત થયાં છે.

રવિવાર સવારે લુણાવાડાથી માલપુર તરફ આવતા ચોરીવાડ ચાર રસ્તા પાસે સાબરકાંઠાના ઇડરના જાદરના જગદીશભાઈ અમીચંદ પટેલ (37) તથા તેમના ત્યાં ભાગિયા તરીકે કામ કરતા રામાભાઇ ફતેસિંહ ભીલ (32) રહે. માનગઢ તા. ઇડર બંને મારુતિ કાર નં.GJ 6 AH 9904 લઇ લુણાવાડા તરફથી માલપુર તરફ પસાર થતા હતા.

ત્યારે માલપુર નજીક ચોરીવાડ પાસે કારનું ટાયર ફાટતાં ચાલક જગદીશ પટેલે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે ટકરાતાં કારના બે ટુકડા થતાં સ્ટીયરિંગ સાથેનો ટુકડો રોંગ સાઇડે ફંગોળાતાં માલપુરથી લુણાવાડા તરફ પસાર થતી પોલો કાર નં.MH 43 BE 8938ને ટકારાતાં કારચાલક વિવેકકુમાર વનીતભાઈ ગેલ રહે. મુંબઈની કાર ખેતરમાં ફંગોળાઈ હતી. અકસ્માતમાં મારુતિ કારમાં સવાર બંને યુવકનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં.

મૃતકોને માલપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડી ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે વિવેકકુમારની ફરિયાદને આધારે માલપુર પોલીસે મૃતક કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે માલપુર તાલુકામાં બે દિવસમાં બે અકસ્માત થતાં ચાર યુવકોનાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here