Friday, November 8, 2024
HomeUncategorizedNATIONAL:પ.બંગાળની જેલોમાં સજા કાપતી ગર્ભવતી મહિલા કેદીઓ કેસ હાઇકોર્ટમાં ગંબીર મુદ્દો .....

NATIONAL:પ.બંગાળની જેલોમાં સજા કાપતી ગર્ભવતી મહિલા કેદીઓ કેસ હાઇકોર્ટમાં ગંબીર મુદ્દો …..

- Advertisement -

પશ્ચિમ બંગાળની જેલોમાંથી ચકિત કરનારા સમાચાર આવ્યા છે. રાજ્યના તમામ સુધાર ગૃહોના ન્યાય મિત્રે કલકત્તા હાઇકોર્ટને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે. હાઇકોર્ટને સોંપાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે જેલોમાં રહેવા દરમિયાન મહિલા કેદી ગર્ભવતી થઈ રહી છે અને તેના કારણે રાજ્યની જેલોમાં ઓછામાં ઓછા 196 બાળકો જન્મ્યા છે. એમિક્સ ક્યૂરીએ ગુરુવારે આ મુદ્દે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ટી.એસ. શિવગણન અને જસ્ટિસ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠ સામે બે નોટ મૂકી હતી. એમિક્સ ક્યૂરીએ કહ્યું હતું કે, જાણીને આૃર્ય થશે કે અટકાયત હેઠળ રહેવા દરમિયાન મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે. તે બાદ જેલોમાં બાળકોનો પણ જન્મ થઈ રહ્યો છે. વર્તમાનમાં 196 બાળકો પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં રહી રહ્યા છે. એમિક્સ ક્યૂરીએ ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ડિવિઝન બેન્ચને વિનંતી કરી હતી કે સુધાર ગૃહોમાં નિયુક્ત પુરુષ કર્મચારીઓને મહિલા કેદીઓના વાડામાં પ્રવેશતા તાત્કાલિક ધોરણે પ્રતિબંધિત કરાવા જોઈએ. તાજેતરમાં મેં એક મહિલા સુધાર ગૃહની મુલાકાત કરી હતી અને ત્યાં જોયું કે ઓછામાં ઓછી 15 મહિલા કેદીઓ પોતાના બાળકો સાથે રહેતી હતી. તે બાળકોનો જન્મ પણ જેલમાં જ થયો હતો.

કોર્ટે એમિક્સ ક્યૂરીએ જમા કરાવેલી નોટને રેકોર્ડ પર લેતા બેન્ચે કહ્યું હતું કે એમિક્સ ક્યૂરીએ જે મામલાનો ઉલ્લેખ કર્યો છે તે ગંભીર મુદ્દા તરફ ઇશારો કરે છે. જેલમાં રહેતા મહિલા કેદી ગર્ભવતી થઈ રહી છે અને વર્તમાનમાં 196 બાળકો વિવિધ જેલોમાં રહે છે. ઉલ્લેખનીય છે કે છ વર્ષથી ઓછી વયના બાળકોને જેલમાં પોતાની માતા સાથે રહેવાની મંજૂરી હોય છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular