કોરોના વાયરસ : ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાઓમાં પોલીસ સ્ટેશનમાં કેસમાં ઘટાડો જોવા મળ્યો

0
226
કોરોના એ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે ત્યારે નવસારી જિલ્લામાં પણ કોરોના વધારે નહીં વકરે એ માટે લોકડાઉન જાહેર કરાયા બાદ ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયેલ જોવા મળી રહ્યો છે.
વાયરસના કહેરમાં લોકડાઉનમાં  ચીખલી-વાંસદા-ખેરગામ તાલુકામાં દારૂ, જુગાર, ચોરી, છેડતી, બાળત્કાર જેવા બનાવો પર અલ્પવિરામ. 
ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં કોરોના વાઇરસને કાબુમાં લાવવા માટે લોકડાઉન નો અમલ ચાલી રહ્યો છે.ત્યારે લોકો ઘરની બહાર નીકળવા માટે પણ વિચાર કરી રહ્યા છે.લોકડાઉન ના અમલ માટે નવસારી પોલીસ રસ્તા ફરજ બજાવી રહ્યા  છે.ત્ય વાંસદા,ખેરગામ અને ચીખલી તાલુકાના પોલીસ મથકો ની વાત કરીએ તો  તો કાયમ આમ જનતા  અહીં વધારે પ્રમાણ માં આવતા હતા પરંતુ હાલ આ પોલીસમથકોનું વાતાવરણ એકદમ શાંત થઈ જવા પામ્યું છે.
આ ત્રણેય તાલુકામાં દારૂ જુગાર,મારધાડ, ચોરી,છેડતી,બળાત્કાર ના બનાવો પર છેલ્લા અઠવાડિયામાં અલ્પવિરામ લાગી જવા પામ્યું છે. વાંસદા પોલીસ સ્ટેશનમાં પણ રવિવાર પછી જાહેરનામા ના ભંગ સિવાયના કોઈ કેસ નોંધાયા નથી.ખેરગામ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પરિસ્થિતિ છે પોલીસકર્મીઓ સિવાય પોલિસ સ્ટેશનમાં કોઈ જ નથી.અહીં પણ રવિવાર પછી કોઈ જ ગુના પોલીસ ચોપડે નોંધાયા નથી.તો ચીખલી પોલીસ સ્ટેશનમાં પણ રવિવાર પછી એક હત્યા ના કેસ સિવાય અને જાહેરનામાંના ભંગ સિવાયના કોઈ ગુનાઓ નથી.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here