Monday, September 20, 2021
Homeકેન્દ્રએ 22મી એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન પૂરો પાડવા પર મુક્યો પ્રતિબંધ
Array

કેન્દ્રએ 22મી એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન પૂરો પાડવા પર મુક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી 22મી એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજનનો પુરવઠો ન આપવા નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો અને કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેડિકલ ઓક્સિજનની માંગ વધી રહી છે તેમ જણાવ્યું હતું.

ખાસ કરીને કોરોના સંક્રમણથી વધારે પ્રભાવિત એવા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન- આ રાજ્યોમાં ઓક્સિજનની જરૂર વધારે છે.

અધિકાર પ્રાપ્ત સમૂહ-2એ સમીક્ષામાં નોંધ્યું કે, ઉદ્યોગો માટેના ઓક્સિજનના પુરવઠાનો હવે સારવારમાં ઉપયોગ કરવામાં આવશે અને લોકોની જિંદગીઓ બચાવવામાં આવશે. આ સંજોગોમાં સમૂહ-2એ 22મી એપ્રિલથી આગામી આદેશ સુધી ઉત્પાદકો અને સપ્લાયર્સને ઉદ્યોગોને પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો પુરવઠો રોકવા ભલામણ કરી છે જેને સરકારે માન્ય રાખી છે અને માત્ર 9 વિશેષ ઉદ્યોગોને છૂટ આપી છે. તમામ મુખ્ય સચિવોએ પોતપોતાના પ્રદેશમાં આ આદેશને સુનિશ્ચિત કરવો પડશે.

જે 9 ઉદ્યોગોને વિશેષ છૂટ મળી છે તેમાં દવાની બોટલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ રિફાઈનરીઝ, સ્ટીલ પ્લાન્ટ, પરમાણુ ઉર્જા પ્લાન્ટ, ઓક્સિજન સિલિન્ડર નિર્માણ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ખાદ્ય અને જળ શુદ્ધિકરણ, પ્રોસેસ્ડ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments