કેબિનેટ : કેન્દ્રએ સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 12%થી વધારીને 17% કર્યું

0
0

નવી દિલ્હીઃ સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોઘવારી ભથ્થું(DA)5% વધારવાની મંજૂરી આપી દીધી છે. હવે મોઘવારી ભથ્થાને 12% થી વધારીને 17% કરી દેવાયું છે. DAમાં 5% વધારાનો ફાયદો 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શરોને મળશે. DAમાં વધારા પર સરકાર 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણય અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા DAમાં અત્યાર સુધી સૌથી વધારે વધારો થયો છે.

કેબિનેટના નિર્ણય

  • જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે આશા વર્કરોનું ભથ્થું 1000 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કરવાની પણ મંજૂરી આપી દીધી છે.
  • સાથે જ જમ્મુ કાશ્મીરના 5,300 વિસ્થાપિત પરિવારોને 5.5 લાખ રૂપિયા પ્રતિ પરિવારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એવા પરિવારો છે જેમણે પહેલા રાજ્યની બહાર જવાનો નિર્ણય કર્યો, પરંતુ ત્યારબાદ સરકારના પુનર્વાસ પેકેજ હેઠળ પાછા આવી ગયા હતા.
  • આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધી 31 લાખ લોકોની મફતમાં સારવાર કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • પીએમ ખેડૂત યોજના હેઠળ 6,000 રૂપિયાનો ફાયદો લેવા માટે આધાર નંબર લિંક કરવાની સમય મર્યાદા વધારીને 30 નવેમ્બર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here