એપ્રિલ-જુલાઈનું જીએસટી વળતર ચૂકવવા કેન્દ્રને રૂ.1.51 લાખ કરોડની જરૂર

0
4

લોકસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર 28 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને એપ્રિલ-જુલાઈ સમયગાળાનું પ્રોવિઝનલ જીએસટી વળતર ચૂકવવા માટે કેન્દ્ર સરકારેને રૂ.1.51 લાખ કરોડની જરૂર છે. એપ્રિલ-જુલાઈની અવધિ માટે જીએસટી વળતરની જરૂરિયાત નાણાંકીય વર્ષ 2020ના આશરે 92 ટકા જેટલી છે. તે સમયે રૂ.1.65 લાખ કરોડનું વળતર હતું.

ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAના એક રિપોર્ટ અનુસાર આ નાણાંકીય વર્ષ 21ના રૂ.3 લાખ કરોડના જીએસટી વળતરની સરખામણીએ અડધાથી વધુ છે. જેનો અર્થ તેમ કાઢી શકાય કે વર્ષ 21ના બાકીના આઠ માસની રકમ રૂ. 1.49 લાખ કરોડ સુધી મર્યાદિત રહેશે.

અહેવાલમાં 15 રાજ્ય સરકારોના વલણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે તાજેતરના ત્રિમાસિક ગાળામાં જીએસટી વળતરના સૌથી મોટા પ્રાપ્તકર્તા રહ્યા છે. મહારાષ્ટ્રમાં એપ્રિલથી જુલાઈ સુધીના સૌથી વધુ કામચલાઉ રૂ.22,500 કરોડના જીએસટી વળતરની જરૂરિયાત નોંધાઈ છે. આ બાદ કર્ણાટકમાં રૂ.13,800 કરોડ,ઉત્તર પ્રદેશમાં રૂ.11,700 કરોડ,ગુજરાતમાં રૂ.11,600 કરોડ અને તામિલનાડુમાં રૂ.11,300 કરોડની જરૂરિયાત છે.

એપ્રિલ-જુલાઈ માટે પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાની કુલ કામચલાઉ જીએસટી વળતરની જરૂરિયાત રૂ.55,000 કરોડથી રૂ.80,000 કરોડની છે. બીજી તરફ જ્યારે તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશાની જરૂરિયાત રૂ.36,000 કરોડથી રૂ.55,000 કરોડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here