લોકડાઉન : કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

0
15

અમદાવાદ. દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે.

ગુજરાતનો કયો જિલ્લો કયા ઝોનમાં અને કેટલા છે પોઝિટિવ દર્દી

જિલ્લા ઝોન પોઝિટિવ દર્દી
અમદાવાદ રેડ 3026
સુરત રેડ 614
વડોદરા રેડ 289
આણંદ રેડ 74
બનાસકાંઠા રેડ 28
પંચમહાલ રેડ 34
ભાવનગર રેડ 47
ગાંધીનગર રેડ 48
અરવલ્લી રેડ 19
રાજકોટ ઓરેન્જ 58
ભરૂચ ઓરેન્જ 31
બોટાદ ઓરેન્જ 20
નર્મદા ઓરેન્જ 12
છોટાઉદેપુર ઓરેન્જ 13
મહિસાગર ઓરેન્જ 11
મહેસાણા ઓરેન્જ 11
પાટણ ઓરેન્જ 17
ખેડા ઓરેન્જ 06
વલસાડ ઓરેન્જ 05
દાહોદ ઓરેન્જ 05
કચ્છ ઓરેન્જ 06
નવસારી ઓરેન્જ 06
ગીર-સોમનાથ ઓરેન્જ 03
ડાંગ ઓરેન્જ 02
સાબરકાંઠા ઓરેન્જ 03
તાપી ઓરેન્જ 01
જામનગર ઓરેન્જ 01
સુરેન્દ્રનગર ઓરેન્જ 01
મોરબી ગ્રીન 01
અમરેલી ગ્રીન 00
પોરબંદર ગ્રીન 03
જૂનાગઢ ગ્રીન 00
દેવભૂમિ દ્વારકા ગ્રીન 00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here