કેન્દ્ર સરકાર રિટાયરમેન્ટના નિયમો બદલી રહી છે, અર્ધલશ્કરી દળના જવાનો 60ની વયમાં નિવૃત્ત થશે

0
0

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2019, મંગળવાર

દેશના તમામ અર્ધલશ્કરી દળોમાં નિવૃત્તિ વય 60 વર્ષની કરી દેવામાં આવી રહી છે. આ વર્ષના જાન્યુઆરીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપેલા આદેશના પગલે આ નિર્ણય લેવાઇ રહ્યો હતો.

દેશનાં તમામ અર્ધલશ્કરી દળો જેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF), ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, (ITBP), સેન્ટ્ર્લ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને સીમા સુરક્ષા દળ (BSF)નો સમાવેશ થાય છે.

હાઇકોર્ટે કેન્દ્રને એવી સૂચના આપી હતી કે આ નિયમ બધી રેંકના બધા જવાનોને લાગુ પડે એ રીતે વ્યવસ્થા ગોઠવો. એટલે હવે ગૃહ મંત્રાલયે તમામ અર્ધલશ્કરી દળોની તમામ રેંકના કર્મચારીઓ માટે એક નિવૃત્તિ વય નક્કી કરી હતી જે 60 વર્ષની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here