કેન્દ્રની નવી ગાઈડલાઈન આઠમી ઓગસ્ટથી લાગુ, કોરોનાનો નેગેટીવ રિપોર્ટ અપલોડ કર્યા પછી ક્વોરેન્ટાઈનમાંથી મળશે રાહત

0
4

કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નેગેટીવ રિપોર્ટ અપલોડ કર્યા પછી કોરોનાના ઈન્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાંથી રાહત મળી શકશે.

કેન્દ્ર સરકારે  ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં ક્વોરેન્ટાઈન સાથે જોડાયેલા નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન ૮ ઓગસ્ટથી લાગુ થશે. તેના અંતર્ગત જે ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ કોરોના માટે આરટી-પીસીઆરનો નેગેટીવ રિપોર્ટ જમા કરશે, તેને જ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં છૂટ આપવામાં આવશે.

ગાઈડલાઈનના જણાવ્યા અનુસાર આ ટેસ્ટ યાત્રા શરૃ થયાના ૯૬ કલાક પહેલા કરાવવાનો રહેશે. ત્યારપછી રિપોર્ટને પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાંથી છૂટ મળ્યા પછી પણ મુસાફરોએ ૧૪ દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઈનની શરતનું પાલન કરવાનું રહેશે.

નવી ગાઈડલાઈન મુજબ દરેક ટ્રાવેલર્સે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ સબમિટ કરવાનું રહેશે. ડિક્લેરેશન ખોટું હોવાનું માલુમ પડશે તો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવી શકે છે. મુસાફરોએ પ્રવાસ શરૃ કરવાના ૭ર કલાક પહેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સબમિટ કરાવવાનું રહેશે.

જો મુસાફરની પાસે કોરોના ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ નથી તો તેને ૭ દિવસ સુધી ફરજિયાત પેડ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈન અને ત્યારપછી ૭ દિવસના હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રેગ્નન્સી, પરિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી અને ૧૦ વર્ષની ઓછી ઉંમરના બાળકોવાળા માતા-પિતા જેવા કિસ્સાઓમાં ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં છૂટ મળશે, જો કે તેમ છતાં મુસાફરને ૧૦ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનની મંજુરી આપવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ, રિપોર્ટ અને લેન્ડપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. સ્ક્રીનીંગ દરમિયાન લક્ષણ જોવા મળશે તો મુસાફરને તરત આઈસોલેટ કરવામાં આવશે. પ્રોટોકોલના અનુસાર, તેને મેડિકલની સુવિધા પણ આપવામાં આવશે. થર્મલ સ્ક્રીનીંગ પછી જે મુસાફરોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાંથી રાહત આપવામાં આવી છે. તેમને ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈન પહેલા સ્ટેટ કાઉન્ટર પર પોતાના તમામ દસ્તાવેજોની તપાસ કરાવવાની રહેશે. બાકીના મુસાફરોને સૂટેબલ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈન ફેસિલિટી માટે લઈ જવામાં આવશે જેની વ્યવસ્થા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે.