સુરત : સિટીઝનની સેવામાં આગળ આવ્યું ચેમ્બર ઓફ કોમર્સ : રાત્રિ કર્ફ્યુ દરમિયાન વાહન સેવા પૂરી પડાઈ.

0
4

સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કર્ફ્યુ તા.21મી નવેમ્બરથી અનિશ્ચિત કાળ માટે અમલમાં મુકાયું છે. આ દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી આવતા પ્રવાસીઓને રાત્રિ દરમિયાન વિનામૂલ્યે વ્હીકલ વ્યવસ્થા રૂપી સેવા પૂરી પાડવાનો નિર્ણય ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યો છે.

ચેમ્બર દ્વારા કાર સહિતના વાહનો મૂકીને બહારથી આવતા લોકો માટે સુવિધા ઉભી કરાઈ છે.
(ચેમ્બર દ્વારા કાર સહિતના વાહનો મૂકીને બહારથી આવતા લોકો માટે સુવિધા ઉભી કરાઈ છે.)

 

વાહનની સગવડી કરાઈ છે

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે કે, રાત્રિ મુસાફરીમાં સુરત રેલવે સ્ટેશન પર આવતાં મુસાફરો જેમાંયે ખાસ કરીને સિનિયર સિટીઝન્સન કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ હોતી નથી. આ ઉપરાંત મુસાફરીના અન્ય સાધનોની પણ વ્યવસ્થા હોતી નથી.

ચેમ્બરના પ્રમુખ સહિતની કમિટીએ સિનિયર સિટીઝન્સ માટે વ્યવસ્થા કરી છે.
(ચેમ્બરના પ્રમુખ સહિતની કમિટીએ સિનિયર સિટીઝન્સ માટે વ્યવસ્થા કરી છે.)

 

કમિટી દ્વારા નિર્ણય કરાયો

ચેમ્બર દ્વારા સિનિયર સિટીઝનને સુરત રેલવે સ્ટેશનથી પોતાના ઘર સુધીની મુકવાની વ્યસ્થા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેમ્બર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા કોઈપણ હાંકનાર સાથે આ સેવા પૂરી પાડવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here