Thursday, April 18, 2024
Homeભારતમાં 4 લાખ રૂપિયામાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Strom R3 લોન્ચ થશે,...
Array

ભારતમાં 4 લાખ રૂપિયામાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Strom R3 લોન્ચ થશે, કારમાં 3 વ્હીલ્સ અને 2 ડોર હશે

- Advertisement -

દિલ્હી. ઇન્ડિયામાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે ઇલેક્ટ્રિક વર્લ્ડમાં મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપની Strom Motors એન્ટ્રી કરવા જઈ રહી છે. તાજેતરમાં જ કંપનીએ તેની ઇલેક્ટ્રિક કાર Strom R3 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કારને ઇન્ડિયામાં આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે અને ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે. આ કારની કિંમત આશરે 4 લાખ રૂપિયાની આસપાસ રહેશે. તેનું બુકિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

સાઇઝમાં કાર એકદમ નાની હશે

Strom R3માં ત્રણ વ્હીલ્સ અને બે ડોર હશે. કાર ડાયમેન્ટશનમાં 2,907mm લાંબી, 1,405mm પહોળી અને ઊંચી 1,572mm છે. તેમજ, આ નાની ઇલેક્ટ્રિક કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185mm અને વજન 550 કિલો છે. Strom R3 ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન એકદમ યૂનિક છે, જેમાં વ્હાઇટ કલરના રૂફ સાથે મસ્ક્યુલર ફ્રંટ બંપર, LED લાઇટ્સ, રિઅર સ્પોઇલર અને ડ્યુઅલ ટોન કલર્સ આપવામાં આવ્યા છે.

ફીચર્સ

આ કારમાં 12 વે અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 4.3 ઇંચનું ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર, પાવર વિન્ડો, ક્લાઇમેટ કન્ટ્રોલ વગેરે જેવાં ફીચર્સ સામેલ છે. તેમજ, રિમોટ કી-લેસ એન્ટ્રી, 7 ઇંચની વર્ટિકલ સ્ટેક્ડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વોઇસ કન્ટ્રોલ, જેશ્ચર કન્ટ્રોલ, 20GB ઓનબોર્ડ મ્યૂઝિક સ્ટોરેજ અને ટર્ન બાય ટર્ન નેવિગેશન જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

ડ્રાઇવિંગ રેન્જ

આ કારમાં 13 કિલોવોટની બેટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે એકવાર સિંગલ ચાર્જ પર 200 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ સાથે જ તેની બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે. આ કારમાં 3 ડ્રાઇવિંગ મોડ્સ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ આપવામાં આવ્યા છે. તેમજ, તેની સ્પીડ કલાક દીઠ 80 કિમી સુધીની રહેશે.

વોરંટી

Strom R3 કારને 400 લિટર બૂટસ્પેસ સાથે તૈયાર કરવામાં આવી છે. આ કાર એક સ્ટિલ સ્પેસ ફ્રેમ પર આધારિત છે, જેમાં બ્રેકિંગ માટે આગળની બાજુ બે હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક અને પાછળ એક ડ્રમ બ્રેક સામેલ હશે. આ ઉપરાંત, કંપની આ કારને 1 વર્ષ અથવા 15 હજાર કિમીની વોરંટી સાથે ઇન્ડિયન માર્કેટમાં ઉતારશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular