રાજકોટ : આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી, 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

0
0

રાજકોટ:આજી GIDCમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે. જેથી આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડના બે કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા છે

ઘટનાની વિગત અનુસાર આજી જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આગ એટલી વિશાળ છે કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગમાં ફાયરબ્રિગેડના બે કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગને બુઝાવવા માટે આઠ જેટલા ફાયર બંબાઓ આજી જીઆઈડીસી ખાતે ધસી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ છે. તો આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે. આગના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here