ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગે, અને સરકારે ગેરન્ટી લઈને બેંકોને પૈસા આપે જેથી લોકોને લોન આપી શકાય : શક્તિસિંહ ગોહિલ

0
0

કોરોના ને કારણે મુશ્કેલી માં મુકાયેલ લોકોની મજબૂરી ની સરકાર મજાક ઉડાવી રહી છે. આવા કપરા સમયે ખરા અર્થ માં જમણો ડાબા ને આપે અને ડાભા ને ખબર ન પડે તે રીતે મદદ પહોંચાડવી જોઈએ તેના બદલે પ્રશિદ્ધીઓની ખોટી ખોટી જાહેરાતો કરીને મુશ્કેલીમાં આવી પડેલા લોકોને રજાળવાનું કામ થઇ રહ્યું છે.

તા. 14/05/2020 ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી એ વિડીયો કોન્ફરન્સ તથા પ્રેસ નોટ આપીને એવી જાહેરાત કરી કે નાના વેપારીઓ દુકાનદારો વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા શ્રમિકો ને માત્ર એક અરજી કરવાથી એક લાખ સુધી ની લોન આપી દેવામાં આવશે અને જેનું વ્યાજ માત્ર 2% જ રહેશે સરકારની આ જાહેરાત ના કારણે 44 ડિગ્રી ધોમ ધખતા તાપમાં સેંકડો લોકો બેંકો પાસે લાઈન લગાવીને ઉભા રહી ગયા અને જયારે વારો આવ્યો ત્યારે મોટા ભાગની બેંકો એ કહી દીધું કે આ તો સહકારી બેંક છે. સભાસદ વગરનાને અમે ધિરાણ જ ન આપી શકીયે તો કેટલીક બેંકો એ એવું કહ્યું કે ફોર્મ લઈ જાવ અને બે સધ્ધર ગેરેન્ટર લઈને આવો પછી વિચારણા થશે આ યોજનાને નામે ભાજપ દ્વારા એવો પ્રચાર થયો હતો કે વગર ગેરન્ટીએ માત્ર અરજીના આધારે લોન મળી જશે. આમ અતિ મુશ્કેલી માં આવેલા વિશ્વકર્મા સમાજ ના ભાઈઓ નાના વેપારીઓ નાના કારીગરો તથા શ્રમિકો બેંકો પાસે લાઈનમાં તડકા માં ઉભા રહીને દયનીય સ્થિતિ માં મુકાયેલા છે. કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ગુજરાત ના મુખ્યમંત્રી ગુજરાત ની જનતાની માફી માંગે અને સરકારે ગેરન્ટી લઈને બેંકો ને પૈસા આપે જેથી લોકોને લોન આપી શકાય.

 

બાઈટ : શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસપક્ષ , રાષ્ટ્રીય પ્રવક્તા

સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ણ નિયંત્રણ નીચે કામ કરે છે અને તેનો નિયમ એવો છે કે સાકરી બેન્ક માત્ર જે સભાસદ હોય તેને જ ધિરાણ આપી શકે. ઉપરાંત કોઈ લોન આપવી હોટ તો નોમિનલ સભાસદ બનાવીને જ આપી શકાય પરંતુ નોમિનલ સભાસદ કુલ સભાસદ ના 20% કરતા વધારે ન હોવા જોઈએ। હાલ મોટા ભાગની સરકારી બેંકો ગોલ્ડ ઉપર ધિરાણ નોમિનલ સભાસદ બનાવીને આપે છે. અને તેથી નોમિનલ સભાસદ લગભગ 20% પૂર્ણ થયેલ હોય છે. આમ સરકાર જાણતી હતી કે એક લાખની લોનની વાત માત્ર સ્ટંન્ટ છે. અને કોઈ ને લાભ મળવાનો નથી છતાં માત્ર પ્રસિદ્ધિ કરાવના પ્રયત્ન થી ભયંકર હાડમારી લોકોને પડી રહી છે.

( આ સાથે ગુજરાત ભાજપની વેબસાઈટ gujarat.bjp.org ઉપર સરકારની એક લાખની સહાયની જાહેરાતની પેઈજ શામેલ છે. માં હાઈલાઈટકરેલ ત્રીજા પેરેગ્રાફ માં લખ્યું છે કે , “બેંકો વગર ગેરેંટીએ માત્ર અરજીના આધાર લોન પાસ કરશે. ઉપરાંત આ સાથે લોનું ફોમ શામેલ છે. જે માં બે જામીન તથા ૧૦ દસ્તાવેજો ની વિગત જણાવેલ છે. )

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here