પશ્ચિમ બંગાળ : ચીફ સેક્રેટરીના રિપોર્ટમાં દાવો, મમતાને કારના દરવાજાથી થઈ ઇજા

0
2

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર થયેલા કથિત હુમલા મામલે રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયે ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મમતાના પગમાં ઇજા તેમની કારના દરવાજાથી થઈ હતી. જો કે, તેમણે પોતાના રિપોર્ટમાં તે સ્પષ્ટ કર્યું નથી કે મમતાને કારના દરવાજાથી કઇ રીતે ઇજા પહોંચી હતી.

રિપોર્ટમાં હુમલાનો ઉલ્લેખ નહીં

રાજ્યના સીઇઓ ઓફિસના એક અધિકારી જણાવ્યુ હતું કે ઘટનાસ્થળ પર ભારે ભીડ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઘટનાસ્થળે ખુલ્લો રસ્તો પણ ન હતો. ઘટના બાદ મમતાએ આરોપ લગાવ્યા હતા કે 4-5 લોકોએ તેમને ધક્કો માર્યો હતો. જિલ્લા તંત્રના એક સિનિયર અધિકારી જણાવ્યુ હતું કે ટીડબલ્યુ વિસ્તારમાં માત્ર એક જ દુકાન પર સીસીટીવી કેમેરો લાગેલો હતો. અને તે પણ કામ કરી રહ્યો ન હતો. ત્યાં સુધી કે ઘટનાસ્થળે હાજર લોકો પણ કંઇ ખાસ જાણકારી આપી રહ્યા નથી. જે કારણે કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની સંભાવના જણાઈ રહી નથી.

ચૂંટણી પંચે મુખ્ય સચિવ અને બે નિરીક્ષકોને શનિવારે સાંજ સુધીમાં વિસ્તારથી રિપોર્ટ આપવા કહ્યું છે. આ તરફ, તૃણમૂલ કોંગ્રેસ નેતા રિપોર્ટ ખોટો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોએ મમતાને ઘાયલ કરવાના ઇરાદાથી જ તેમના પર હુમલો કર્યો હતો. મમતા નંદીગ્રામમાં કથિત હુમલામાં ઘાયલ થયા હતા.

7 દિવસ બાદ મમતાનું ફરીથી ચેક-અપ થશે

મમતાને શુક્રવારે સાંજે કોલકાતાના SSKM હોસ્પીટલમાંથી રાજા મળી હતી. તેઓ વ્હીલચેર પર બહાર આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, મમતાની હાલતમાં સુધારો છે. હોસ્પિટલના ડોકટરો તેમણે 48 કલાક સુધી ઓબ્જર્વેશનમાં રાખવા માંગતા હતા, પરંતુ મમતાને કહેવા પર તેમણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમને કેટલીક જરૂરી સૂચના આપી છે અને 7 દિવસ બાદ ફરીથી ચેક-અપ કરવા જણાવ્યુ છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, તેનો ભત્રીજો અને તૃણમૂલના સાંસદ અભિષેક બેનર્જી તેમને કારમાં ઘરે લઈ ગયા. મમતાએ કહ્યું છે કે હુમલો અને ઈજા બાદ પણ તેઓ અટકાશે નહીં, પરંતુ તેઓ વ્હીલચેરથી ચૂંટણી પ્રચાર કરશે

ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા TMC નેતા

TMC નેતા સૌગત રોયે પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે અમે હુમલા મામલે ઉચ્ચ તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે ઘટના બની, ત્યાતે ત્યાં કોઈ પોલીસકર્મી હાજર ન હતો. સૌગતે આરોપ લગાવ્યો હતો કે મમતા પર હુમલો તેમણે જાનથી મારી નાંખવા માટે કરવવામાં આવ્યો હતો. હુમલા પાછળ કોઈ મોટું કાવતરું ઘડયું હોવાનું છુપાયું છે.

રોયે કહ્યું કે, ‘હવે તપાસની જવાબદારી આયોગ પર છે. અમે આયોગ સમક્ષ કોઈ વિશેષ તપાસ કરવવાની માંગ કરી નથી. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તપાસ કોઈપણ ભેદભાવ વિના કરવામાં આવે. મમતા બુધવારે નંદીગ્રામમાં કથિત હુમલામાં ઘાયલ થઇ હતી. તેમણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેદિવસ બાદ તેઓને હોસ્પિટલમાંથી રાજા આપવામાં આવી હતી. દીદીએ પોતાના સમર્થકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here