નિવાડીમાં 28 કલાકથી બોરવેલમાં ફસાયું છે 5 વર્ષનું બાળક, થોડાક કલાકમાં રેસ્ક્યૂ પૂરું થવાની આશા

0
11

રેસ્ક્યૂમાં લાગેલા આર્મી અને પોલીસના જવાનો. બોરવેલમાં કેમેરો નાખીને બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના સેતપુરા ગામમાં 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને 28 કલાક પછી પણ બહાર કાઢી શકાયું નથી. 5 વર્ષનો પ્રહલાદ કુશવાહ બુધવારે સવારે 9 વાગ્યે ખેતરના બોરવેલમાં પડી ગયો હતો. આર્મી તેના રેસ્ક્યૂમાં લાગી ગઈ છે.

50-60 ફૂટની ઊંડે ફસાયું છે બાળક
બોરવેલમાં કેમેરો નાખીને બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બોરવેલથી 40 ફૂટ દૂર પૈરેલર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 45 ફૂટ સુધી ખોદકામ કરી દેવાયું છે. અનુમાન છે કે બાળક 50-60 ફૂટ નીચે ફસાયેલું હોઈ શકે છે. રેસ્ક્યૂ ટીમને આશા છે કે થોડાક કલાકમાં બાળકને બહાર કાઢી લેવાશે.

ઓક્સિજન સિલિન્ડર સાથે ડોક્ટર્સની ટીમ ઘટનાસ્થળે હાજર છે. કલેક્ટર આશિષ ભાર્ગવ અને SP વાહિની સિંહ પણ ઘટનાસ્થળે હાજર છે. આખુંય ગામ બાળકના બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને બાળકની સલામતીની પ્રાર્થના કરી છે.

આર્મીના જવાનો ઘટનાસ્થળે.
આર્મીના જવાનો ઘટનાસ્થળે.

ટાઇમલાઇન

  • બુધવાર સવારે 9 વાગ્યે પ્રહલાદ બોરવેલમાં પડ્યો.
  • પરિવારજનોએ 10 વાગ્યે ડાયલ 100 પર જાણ કરી.
  • 10.30 વાગ્યે SDM, પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા.
  • 12 વાગ્યે કલેક્ટર અને SP ઘટનાસ્થળે ગયા અને રેસ્ક્યૂ ટીમને જાણ કરી.
  • બપોરે 1 વાગ્યે બબીનાથી લેફ્ટનન્ટ કર્નલ કેકે ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા.
  • 2.30 વાગ્યે બબીનાથી 16 સભ્યની રેસ્ક્યૂ ટીમ, ઝાંસીથી 3 સભ્યની નાઈટ વિઝન ટીમ અને ટીકમગઢથી NDRFની 7 સભ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
  • સાંજે 6 વાગ્યા સુધી બોરવેલથી 30 મીટર દૂરથી લગભગ 30 ફૂટ ઊંડી ટનલ ખોદવામાં આવી.
  • ગુરુવારે સવારે 10 વાગ્યાએ રેસ્ક્યૂ ટીમે આશા વ્યક્ત કરી કે બપોર સુધીમાં બાળકને બહાર કાઢી લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here