Wednesday, September 29, 2021
HomeIPLના ચીની કનેક્શનથી લોકોમાં ખુબ આક્રોશ, સોશિયલ મીડિયામાં ઉઠી બહિષ્કારની માંગણી
Array

IPLના ચીની કનેક્શનથી લોકોમાં ખુબ આક્રોશ, સોશિયલ મીડિયામાં ઉઠી બહિષ્કારની માંગણી

નવી દિલ્હી: ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટમાંથી એક ગણાતી ઈન્ડિયન પ્રિમિયર લિગ (Indian Premier League- IPL)ના આયોજનનો રસ્તો ભલે ક્લિયર થઈ ગયો હોય પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના અડિયલ વલણના પગલે તેના બહિષ્કારની માગણી ઉઠી રહી છે.

કોરોના સંકટ વચ્ચે આઈપીએલ 2020 સપ્ટેમ્બરમાં રમાશે. સ્પષ્ટ છે કે ક્રિકેટના ચાહકો માટે આ સૌથી મોટા ખબર છે પરંતુ BCC એ ચીની કંપની સાથે કરાર તોડવાનો ઈન્કાર કરીને ક્રિકેટના આ મિની કુંભને જોખમમાં નાખ્યો છે. વિભિન્ન સંગઠનોએ બોર્ડના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે સોશિયલ મીડિયામાં પણ IPLના બહિષ્કારની માગણી ઉઠી છે.

લદાખ હિંસા બાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. સરકારે પણ અનેક ચીની કંપનીઓ પર કાર્યવાહી કરી છે. આવામાં લોકોને આશા હતી કે BCCI દેશહિતમાં વીવો મોબાઈલ સાથે નાતો તોડશે. અત્રે જણાવવાનું કે ચીની કંપની વીવો આઈપીએલની ટાઈટલ સ્પોન્સર છે. જો કે બોર્ડે દેશહિતથી વધુ પૈસાને મહત્વ આપ્યું અને હવે પોતાના આ વલણના પગલે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હેશટેગ boycott IPL સાથે લોકો અભિયાન ચલાવી રહ્યાં છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકરને પણ પત્ર લખ્યો છે. કન્ફેડરેશનનું કહેવું છે કે BCCIનો વીવો સાથે નાતો ન તોડવાનું દર્શાવે છે કે તેમના માટે પૈસા જ બધુ છે. નોંધનીય છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ યુએઈ ખસેડાઈ છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં બધી મેચો રમાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments