સુરત : કોરોના સામે ઈમ્યુનિટી વધારતા ચોકલેટના ગણપતિની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરી પ્રસાદ અપાયો

0
8

ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપ્ના કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. જેને લોકોએ આવકાર્યો છે. ત્યારે કતારગામમાં રહેતા રોમાબેન પટેલે કોરોના સામે ઈમ્યુનિટી વધારતાં ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપ્ના કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો રેડીને ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કર્યું છે. ચોકલેટના શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો છે. જેથી ધાર્મિક ભાવનાની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો સંગમ કરવામાં આવ્યો હોવાનું પટેલ પરિવારે જણાવ્યું છે.

10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ ચોકલેટના ગણેશજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કરાયું હતું.
(10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ ચોકલેટના ગણેશજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કરાયું હતું.)

 

દૂધમાં વિસર્જન કરાતા મૂર્તિમાંથી મિલ્ક શેક બન્યું

ઘરની અંદર વિસર્જન વખતે 60 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે.રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. શ્રીજીની મૂર્તિ દૂધમાં વિસર્જીત કર્યા બાદ ચોકલેટ મિલ્ક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોનીસાથે સાથએ ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચી દેવામાં આવશે.

પરિવારના દરેક સભ્યોએ મળીને 60 લિટર દૂધનો અભિષેક કરી પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
(પરિવારના દરેક સભ્યોએ મળીને 60 લિટર દૂધનો અભિષેક કરી પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.)

 

ચોકલેટના શ્રીજી આ રીતે બનાવ્યા

કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ છેલ્લા ચાર વર્ષથી ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં હતા. 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોના 2 ફુટ ફેન્સી ગણેશજીની પ્રતિમા બનાવી હતી. જે બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણપતિની પ્રતિમાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here