- Advertisement -
સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એક વખત સવાલો ઉભા થયા છે. સુરતના રીંગરોડ ખાતા આવેલી જૂની સબજેલ નજીક મોડી સાંજે ચારથી પાંચ જેટલા શખ્સોએ યુવક ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની
આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જોકે છેલ્લા બે દિવસમાં સુરતમાં હત્યાની આ ત્રીજી ઘટના બનીને સામે આવતા પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં તાકીદે નવા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અત્યારની આ ઘટનામાં મૃતક પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી ડ્રગ્સ પેડલરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ મૃતકના પરિવારે કર્યો છે.