અમદાવાદ : શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો, ઉઘરાણીના દબાણથી એકે ફીનાઇલ પી લીધું તો બીજાની દુકાન પડાવી લેવાનો પ્રયાસ

0
20

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘાટલોડિયા અને સોલા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. મેમનગરમાં રહેતા અને ગેમ ઝોનમાં ગેમ રમવા જતા યુવકે દિકરાની સારવાર માટે ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપતા વ્યાજખોરએ પૈસાની ઉઘરાણી કરી હતી જેનાથી કંટાળી યુવકે ફીનાઇલ પી લીધું હતું જ્યારે ચાણકયપુરીમાં રહેતા વેપારીએ 1 કરોડથી વધુ રૂપિયા ઉછીના લીધા હતા જે સામે વધુ રૂપિયા ચૂકવવા છતાં ઉઘરાણી કરી બે પેઢીના હિસાબ કીતાબ, ચેકબુક પડાવી લીધા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અવારનવાર પૈસાની માંગણી કરતા સાવને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

મેમનગર કલરવ ફ્લેટમાં રહેતા સાવન મહેતા આલ્ફાવન મોલ ખાતે ગેમ ઝોનમાં ગેમ રમવા જતા હતા ત્યારે ઘાટલોડિયા સીપીનગરમાં રહેતા નરેશ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. સાવને નરેશ પટેલ પાસેથી દીકરાની સારવાર માટે થોડા થોડા કરી 2 લાખ લીધા હતા. જે ટુકડે ટુકડે પરત ચૂકવ્યા હતા. નરેશ પટેલે 15 ટકા વ્યાજે રૂપિયા આપ્યા હતા કહી પૈસા માંગ્યા હતા. અવારનવાર પૈસાની માંગણી કરતા સાવને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ સાવન ઘરે આવતા નરેશ પટેલ અને તેની પત્ની ઘરે આવી પૈસાની માંગ કરી ધમકી આપી હતી

વ્યાજખોરોએ ચેકો અને હિસાબ કિતાબ પણ પડાવી લીધા હતા

જ્યારે ઘાટલોડિયા નિર્માણ કોમ્પલેક્ષમાં રહેતા અને ટુ વહીલર સર્વિસ અને સ્પેરપાર્ટ્સનો વેપાર કરતા દિશાંક શાહે તેમના જ ફ્લેટમાં રહેતા ધર્મેશ પ્રજાપતિ પાસેથી 2013થી2019માં વ્યાજે 1 કરોડ રૂપિયા લીધા હતા. જેમાં થોડી થોડી રકમ તેઓએ પરત ચૂકવી હતી. બાદમાં 2 કરોડ બાકી છે તેમ ધર્મેશભાઈએ કહી ઉઘરાણી કરી હતી. દિવ્ય ઓટો નામની દુકાનમાં બળજબરીપૂર્વક ભાગીદાર થઈ ગયા હતા અને દુકાન પણ ખસેડી દીધી હતી. ચેકો અને હિસાબ કિતાબ પણ પડાવી લીધા હતા. ચેક લખી અને બાઉન્સ કરાવી કોર્ટમાં ફરીયાદ પણ કરી હતી. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here