અમદાવાદ : શહેરમાં 15મે પછી શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

0
6
  • અમદાવાદથી 51 દિવસ બાદ પહેલી સ્પેશિયલ ટ્રેન દિલ્હી રવાના થશે, ઇ-ટિકીટ સાથે જ સ્ટેશનમાં પ્રવેશ
  • અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટીવ આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવાછતાં શહેરમાં કોરોના કાબૂમાં આવતો નથી. શહેરમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 268 નવા કેસ સામે આવ્યા છે અને 19ના મોત થયા છે જ્યારે 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં 6086 કેસો અને મૃત્યુઆંક 400 થયો છે. જ્યારે 1482 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

લોકડાઉનનનું પાલન કરાવવા માટે સતત ખડેપગે રહેલા પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ 100થી વધારે પોલીસકર્મીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓએ 2 દિવસ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. પોઝિટિવ આવતા પીઆઈને એક હોટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

બોપલ-ઘુમામાં શાકભાજીના ફેરિયા અને દુકાનદારોને મેડિકલ ચેકઅપ કરી ફોટો સાથે હેલ્થ કાર્ડ અપાશે

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટીવ આવ્યોઅમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી અને મેડીકલ તેમજ કરીયાણાની દુકાનદારોથી વાઇરસ ફેલાય છે. જેને લઈ બોપલ અને ઘુમામાં શાકભાજી અને દુકાનદારોને મેડિકલ ચેકઅપ કરી ફોટો સાથે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેમાં અલગ અલગ તારીખે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 12 અને 13 તારીખે મેડિકલ સ્ટોર્સધારકો, 14 અને 15 તારીખે દૂધની દુકાનવાળા, 15 અને 16 તારીખે કરીયાણા ની દુકાનવાળા અને 17તારીખ થી શાકભાજીની લારી વાળાનું સ્ક્રિનિંગ કરી કાર્ડ આપવામાં આવશે.

SVP હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં PPE કીટ ન મળવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફની હડતાળ સમેટાઈ

કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો. ત્યાર બાદ એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયો હતો. ત્યાર બાદ હડતાળ સમેટાઈ ગઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here