Wednesday, September 28, 2022
Homeઅમદાવાદઅમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું

અમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું

- Advertisement -

અમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામમાં વરલી મટકાના આંકડા લખવાથી લઇને અન્ય જુગાર રમાડવામાં આવતા હતા. જેમાં ક્લબની જેમ ટોકન સિસ્ટમ પણ હતી અને ટોકન કેશ કરવાની પણ આખી વ્યવસ્થા ઊભી કરાઈ હતી. તેમજ કેશ ગણવા માટે મશીન પણ રાખવામાં આવ્યું હતું

રાણીપમાં લખા જુગારધામ તરીકે જાણીતા આટલા મોટા રેકેટને સ્થાનિક પોલીસ તો શોધી ના શકી, પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ આવીને દરોડા પાડ્યા હતા. જોકે, આ અગાઉ પણ વિજિલન્સે પાડેલા દરોડાના કારણે શહેર પોલીસે બદનામી સહન કરવી પડી હતી. ત્યારે આ વખતે ઝડપાયેલું જુગારધામ કેટલું મોટું હશે તેનો અંદાજ જુગારધામ સંચાલકે કેશ ગણવા માટે રાખેલાં મશીન પરથી જ આવે છે. જેમાં લાખો રૂપિયાની રોકડ દરરોજ ગણાતી હતી. મુખ્ય માર્ગની નજીક આવેલા આ જુગારધામ પર અનેક પોલીસની ગાડીઓ કે, પોલીસના માણસો અવરજવર કરતા હતા પણ તે શંકાસ્પદ ગતિવિધિની હવે કોણ તપાસ કરશે તેના પર અટકી છે.

અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશન નજીક જ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત લક્ષ્મણ ઉર્ફે લખાનું જાહેરમાં જુગારનું સ્ટેન્ડ ચાલતું હતું. સ્થાનિક અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓના અધિકારીઓ પણ તેને નજરઅંદાજ કરતા હોવાથી ધમધમી રહ્યું હોવાનું નકારી શકાય નહીં. એવામાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને ફરિયાદ મળતા તેમણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. બુધવારે સવારે રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ પ્રેમનગર ખાતે લખા ઉર્ફે લક્ષ્મણનું જાહેરમાં જુગાર સ્ટેન્ડ ધમધમી રહ્યું હતું. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી હતી. જેમાં 15 આરોપીઓ જુગાર રમતા અને રમાડતા પકડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular