આઇપીએલમાં આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે જંગ

0
2

આઇપીએલમાં બે વખત ચેમ્પિયન બનેલી કોલકાતા નાઇટરાઇડર્સ અને એક વખત ચેમ્પિયન તથા છેલ્લા કેટલાક વખતથી સાતત્યસભર દેખાવ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે ટક્કર થશે. તેની સાથે જ બે વિદેશી કેપ્ટનો ડેવિડ વોર્નર અને મોર્ગનની કેપ્ટન્સીની તુલના પણ થશે. યુએઇમાં રમાયેલી ગઈ સીઝનમાં દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઇટરાઇડર્સ સામાન્ય લાગતી હતી અને હવે તે મોર્ગનની કેપ્ટન્સી હેઠળ કેવો દેખાવ કરે છે તે જોવાનું રહેશે.

પૂર્ણકાલીન કેપ્ટન તરીકે આઇપીએલમાં પ્રથમ વખત કેપ્ટન્સી કરી રહેલા ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મોર્ગન કેટલાય ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. હવે તે બે વખત ચેમ્પિયન બનેલા કોલકાતાને તેના જૂના દિવસો પાછા લાવી આપે છે કે નહી તે જોવાનું રહેશે. શુબમન ગીલ શાનદાર ઓપનિંગ બેટ્સમેન છે અને તે ઝડપથી ગીયર શિફ્ટ કરી શકે છે. આવુ જ રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને પીઢ ખેલાડી દિનેશ કાર્તિકનું છે.

કેપ્ટન ડેવિડ મોર્ગન પણ પોતે ઘણો શાનદાર ખેલાડી છે. આ ઉપરાંત ગઈ સીઝનમાં એકદમ શાંત રહેલો રસેલ આ વખતે તેનું વિસ્ફોટક ફોર્મ પાછુ મેળવે છે કે નહીં તે જોવાનું રહેશે. ગયા વખતે તેની નવ ઇનિંગ્સમાં ફક્ત ૧૩ની જ સરેરાશ હતી. તેનું નબળું ફોર્મ કેકેઆરને જબરજસ્ત નડી ગયું હતું.

કેકેઆર આ વખતે હરાજીમાં ખરીદેલા બાંગ્લાદેશન શકીબ અલ હસન પર પસંદગી ઉતારી શકે છે. ચેન્નાઈની ધીમી પીચ પર ૪૦ વર્ષનો હરભજનસિંઘ અસર પાડે તેમ માનવામાં આવે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલમાં સાતત્યસભર ટીમ તરીકે ઉભરી આવી છે. પણ તે નિર્ણાયક તબક્કે સારો દેખાવ કરી શકતી નથી. ગયા વર્ષે તે દિલ્હી સામે ક્વોલિફાયર-ટુમાં જ નિષ્ફળ ગઈ હતી. ભારતનો સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સંપૂર્ણ ફિટ થઈ ટીમમાં પરત ફરતા ટીમને તેનો ફાયદો થયો છે. તેની સાથે યોર્કર સ્પેશ્યાલિસ્ટ ટી નટરાજન બોલિંગ આક્રમણની ધુરા સંભાળશે. તેની સાથે અફઘાન સ્પિનર રશીદ ખાનને ગણનામાં લઈએ તો તેનું બોલિંગ આક્રમણ એકદમ સંતુલિત લાગે છે. જો કે સનરાઇઝર્સની જબરજસ્ત તાકાત તેની શાનદાર બેટિંગ લાઇનઅપ છે. તેમા ડેવિડ વોર્નરથી લઈને ઇનફોર્મ જોની બેરસ્ટો છે. આ સિવાય વિલિયમ્સન અને મનીષ પાંડે પણ છે. રિદ્ધિમાન સહાએ ગયા વર્ષે ઓપનિંગ કર્યુ હતુ, તેની પાસે હવે પોતાના રિષભ પંતની સામે પુરવાર કરવાની તક હશે. બંને દેશ વચ્ચેના મુકાબલામાં જોઈએ તો કેકેઆર હૈદરાબાદ પર ૧૨-૭ની સરસાઈ ધરાવે છે. ગયા વર્ષે તેણે વોર્નરની ટીમ સામેની બંને મેચ જીતી હતી.

કોલકાતા નાઇટરાઇડર્સઃ ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શુબમન ગિલ, નીતિશ રાણા, ટીમ સૈફર્ટ, રિન્કુ સિંઘ, એન્ડ્રી રસેલ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, શિવમ માવી, લોકી ફર્ગ્યુસન, પેટ કમિન્સ, કમલેશ નગરકોટી, સંદીપ વોરિયર, પ્રસિધ ક્રિષ્ના, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, શકીબ અલ હસન, શેલ્ડન જેક્સન, વૈભવ અરોરા, હરભજનસિંઘ, કરુણ નાયર, બેન કટિંગ, વેંકટેશ ઐયર અને પવન નેગી.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમ્સન, વિરાટ સિંહ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, રિદ્ધિમાન સહા, જોની બેરસ્ટો, જેસન રોય, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, મોહમ્મદ નબી, કેદાર જાધવ, જે સુચિત, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, રશીદ ખાન, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ એહમદ, સિદ્ધાર્થ કૌલ, બસીલ થમ્પી, શાહબાઝ નદીમ, મુજીબ ઉર રહેમાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here