હિંમતનગર : અયોધ્યા રામ મંદિરના નિમૉણ માટે VHP દ્વારા સ્વામીનારાયણ મંદિરની માટી વિધી વિધાન સાથે એકત્રિત કરવા આવી.

0
155
પવિત્ર અયોધ્યા નગરી મા ખૂબ જ લાંબા સમય ની અડચણો બાદ રામજન્મ ભૂમિ પર સમગ્ર હિન્દુ સમાજ ના આરાધ્ય પ્રભુ શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તે હિન્દુ ભાઈ બહેનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવ ની વાત છે.
વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર નિર્માણ માટે ખૂબ જ અગત્ય ની ભૂમિકા નિભાવી છે, હાલમાં જ્યારે પ્રભુ શ્રી રામ નું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારત ભરમાંથી તા 27 જૂન થી 30 જૂન દરમ્યાન પવિત્ર તીર્થ સ્થાનો ની માટી તથા પવિત્ર નદીઓ ના નિર્મળ જળ એકત્રિત કરી અને મંદિર નિર્માણ માટે ઉપયોગ મા લેવા મા આવશે.
બાઈટ : વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા
આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તા. 29/6/2020 સોમવારે હિંમતનગર ના પવિત્ર તીર્થ સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, B.A.P.S. , કાંકણોલ ની પવિત્ર માટી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઓ દ્વારા અયોધ્યા રામમંદિર  અર્થે એકત્રિત કરવામાં આવી.
ઉપરોક્ત કાર્યક્રમ મા શ્રી સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામીશ્રી, સ્વામીશ્રી કૌશલમુની તથા મંદિર ના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  તદુપરાંત વિશ્વ હિન્દુ પરિષદ ના વિભાગીય મંત્રી શ્રી નલિનભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી મનહરભાઈભાઈ સુથાર , જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી જયેશભાઇ પટેલ, જિલ્લા મંત્રી શ્રી જે.ડી. ઝાલા , જિલ્લા સહમંત્રીશ્રી દીપેશભાઈ પટેલ, નગર અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઇ ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના નગર કાર્યવાહ નરેન્દ્રભાઈ પટેલ તથા શ્રી જયેશભાઇ પટેલ ની પણ વિશેષ ઉપસ્થિતી રહી હતી.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, હિંમતનગર, સાબરકાંઠા