રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું

0
20

અમદાવાદ : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 9.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાનો પવન છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થશે અને સરેરાશ લઘુતમ તાપમાનનો પારો વધુ ગગડી શકે છે.

મહત્વનું છે કે, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ગગડીને 26.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.4 ડિગ્રીથી 3 ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

હિમવર્ષા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોનું લઘુત્તમ તાપમાન ગગડીને 10થી 18 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here