દહેગામ : કોલેજ ખાતે રાષ્ટ્રીય ૨૫ જાન્યુઆરીની મતદાતા દીવસની ઉજવણી કરવામા આવી

0
16

દહેગામ કોલેજમા આજે ૨૫ મી જાન્યુઆરીએ મતદાતા દીવસની ઉજવણી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને દહેગામના નાગરીકોએ ભેગા મળીને આ પ્રસંગની ઉજવણી કરી પરંતુ જોઈએ તેટલી સફળતા ન મળી હોય તેવુ દેખાઈ રહ્યુ હતુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ ખાતે આજે સવારે રાષ્ટ્રીય મતદાતા દીવસ હોવાથી ૨૦ મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ દહેગામ ખાતે આવેલ એમબી કોમર્સ એંડ આર્ટસ કોલેજ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમને અનુસરીને દહેગામ શહેરના નાગરીકો અને દહેગામ શહેરની અંદર આવેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ ભેગા મળીને રાષ્ટ્ર ધ્વજના ગીતો ગાઈને આ કાર્યક્રમનો શુભ આરંભ કરવામા આવ્યો હતો. અને આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી હોવાથી આજે આ કોલેજ ખાતે શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થઈને સૌ ભેગા મળીને શપથ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને આ પર્વની ઉજવણી થાય તેના માટે આયોજન ગોઠવવામા આવ્યુ હતુ.  આ કોલેજમા સરકારી સ્ટાફનુ પ્રમાણ બહુ ઓછુ હતુ પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળતી હતી. અને આ કાર્યક્રમમા જોઈએ તેટલી સફળતા ન મળી હોય તેવુ દેખાઈ રહ્યુ હતુ.

  • દહેગામ કોલેજ ખાતે રાષ્ટ્રીય ૨૫ જાન્યુઆરીએ ૨૦૨૦ ની મતદાતા દીવસની ઉજવણી કરવામા આવી
  • આ કોલેજમા સરકારી સ્ટાફનુ પ્રમાણ બહુ ઓછુ હતુ પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળતી હતી
  • અને આ કાર્યક્રમમા જોઈએ તેટલી સફળતા ન મળી હોય તેવુ દેખાઈ રહ્યુ હતુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here