સ્ટરલાઈટ વિરોધ પ્રદર્શન પર નિવેદન અંગે કમિશને રજનીકાંતને સમન્સ પાઠવ્યું.

0
0

તુતીકોરિનમાં વેદાંતાની સ્ટરલાઈટ ફેક્ટરીમાં વર્ષ 2018માં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અંગે રજનીકાંતને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સમન્સ રજનીકાંતને તપાસમાં મદદ માટે મોકલવામાં આવ્યું છે. રજનીને કમિશનની 24મી સિટિંગમાં બોલાવવામાં આવ્યા છે. આ બેઠક જાન્યુઆરી, 2021માં યોજાશે.

ઉલ્લેખનીય છે કે આ કેસ ભારતનો સૌથી જોખમી પર્યાવરણ પ્રોટેસ્ટનો છે. આ વિરોધ પ્રદર્શન તુતીકોરિનમાં વેદાંતાના સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ બનવાના સમાચાર બાદ યોજાયું હતું. વિરોધ પ્રદર્શનમાં 13 લોકોના મોત થયા હતા. રજનીકાંતે તુતીકોરિનમાં પોતાના પ્રવાસ દરમિયાન આ અંગે વાત કરીને અસામાજિક તત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

આ કેસમાં અત્યાર સુધી રજનીકાંત સાથે શું થયું?

રજનીકાંત ઘટના બાદ તરત જ તુતીકોરિન ગયા હતા અને સ્ટરલાઈટ ફેક્ટરને બંધ કરવા માટે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસામાં ઘાયલ કેટલાંક લોકોની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર ફેબ્રુઆરી 2020માં રજનીકાંતને જસ્ટિસ અરૂણ જગદીશન કમિશન તરફથી સમન્સ મળ્યું હતું. રજનીએ 25 ફેબ્રુઆરીએ કમિશન સમક્ષ હાજર થવાનું હતું. તે સમયે રજનીકાંતે એમ કહ્યું હતું કે તેમના આવવાથી જનતાને બહુ જ મુશ્કેલીઓ પડશે.

586 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા

વેબ પોર્ટલ ક્વિન્ટના અહેવાલ પ્રમાણે, કમિશન તરફથી અરૂલ વેદિવલ છે અને રજનીકાંત તરફખી ઈલામ ભારતીએ કહ્યું હતું કે આ વખતે રજનીકાંત તમામ સવાલોના જવાબ આપશે. ન્યાયિક કમિશનની અત્યાર સુધી 23વાર બેઠક યોજાઈ અને તેમાં 586 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. તો 775 દસ્તાવેજ જમા કરાવવામાં આવ્યા છે. આ સાક્ષીઓ મોટાભાગે ફાયર ફાઈટર્સ તથા પોલીસ જવાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here