ફાઈજરની નજર ભારત પર : કંપનીએ કોરોના વેક્સિન માટે ઈમરજન્સી અપ્રૂવલ માંગ્યુ, આવું કરનારી પહેલી ફર્મ

0
4

હાલ દુનિયામાં એક જ ચર્ચા છે, કોરોના વેક્સિન ક્યારે આવશે. UKએ ફાઈજરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ત્યાં ટૂંક સમયમાં વેક્સિનેશન શરૂ થશે. આ બધાની વચ્ચે મહત્વના સમાચાર એ છે કે ફાઈજરે ભારત પાસે પણ પોતાની વેક્સિન માટે મંજૂરી માંગી છે. ફાઈજર પહેલી કંપની છે, જેને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે આ અંગે મંજૂરી માંગી છે. ભારતમાં અત્યાર સુધી 96.44 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તો આ તરફ UK અને બહરીને ફાઈજરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

ફાઈજરે 4 ડિસેમ્બરે DGCI ને અરજી કરી હતી, જેમાં વેક્સિનના ભારતમાં વેચાણ અને વિતરણ અંગે મંજૂરી માંગી હતી. ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ પણ વેક્સિન ત્યારે લાવવામાં આવશે, જ્યારે તે અહીંયા ક્લિનીકલ ટ્રાયલ્સ પુરા કરી લે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફાઈજર અથવા તેની સહયોગી કંપનીએ એવા કોઈ પણ ટ્રાયલની ના પાડી દીધી હતી.જો કે, અધિકારીઓનું કહેવું છે કે, DGCI ઈચ્છે તો લોકલ ક્લીનિકલ ટ્રાયલમાં છૂટ આપી શકે છે.

3 દેશોએ અપ્રૂવલ આપ્યા

કોરોના વાઈરસ વિરુદ્ધ જંગમાં ચીને 4, રશિયાએ 2 અને UKએ 1 વેક્સિનને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. ભારતમાં હજુ સુધી કોઈ પણ કંપનીની વેક્સિનને અપ્રૂવલ નથી મળી, પ્રી-ઓર્ડરમાં તે સૌથી આગળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here